Get The App

લૂંટની ખોટી વાત ઉપજાવીને PSI સાથે પિતા-પુત્રએ ગેરવર્તણૂક કરતા પોલીસ ફરિયાદ

Updated: Dec 20th, 2023


Google News
Google News
લૂંટની ખોટી વાત ઉપજાવીને PSI સાથે પિતા-પુત્રએ ગેરવર્તણૂક કરતા પોલીસ ફરિયાદ 1 - image

વડોદરા,તા.20 ડિસેમ્બર 2023,બુધવાર

વડોદરા નજીકના વરણામા ગામે પીએસઆઇ સાથે લૂંટ અંગેની ખોટી વાત ઉપજાવી પિતા-પુત્રએ ગેર વર્તણૂક કરી હતી. તેથી પ્રતાપનગરના પિતા-પુત્ર સામે સરકારી ફરજમાં અડચણ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા નજીકના વરણામા પોલીસ મથકમાં ગત સાંજે 5:00 વાગ્યે પી.એસ.આઇ વી.જી.લાંબરિયા પોતાની ફરજ પર હાજર હતા. દરમિયાન વડોદરાના પ્રતાપ નગર રણમુખેશ્વર રોડ પર આવેલા દત્ત મંદિર પાસે રહેતા મહેન્દ્ર રામબલી ઠાકોર અને તેનો દીકરો ચંદન ઠાકોર પોલીસ મથકમાં આવ્યા હતા. બંને પિતા પુત્રએ તેમના મળતીયાઓની લૂંટ અંગેની ખોટી ફરિયાદ દાખલ કરાવવા દબાણ કર્યું હતું. અને ગેરવર્તણુક કરતાં પીએસઆઇએ પિતા અને પુત્ર સામે સરકારી ફરજમાં અડચણ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

નોંધનીય છે કે આ અંગે ફરિયાદ નોંધાવનાર પીએસઆઇને જ તપાસ સોંપવામાં આવી છે. તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે આ અંગે વધુ માહિતી રૂબરૂમાં જ આપી શકાશે.

Tags :