બે હોદ્દા ધરાવતા વડોદરા જિલ્લા પ્રમુખ સતીશ નિસાળીયાનું આખરે બરોડા ડેરીના ચેરમેન પદેથી રાજીનામું
વડોદરા,તા.31 ઓક્ટોબર 2023,મંગળવાર
વડોદરા જિલ્લામાં બે મહત્વના હોદ્દા ધરાવતા કરજણના પૂર્વ ધારાસભ્ય એ આખરે આજે બરોડા ડેરીના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે.
પૂર્વ ધારાસભ્ય સતીશ નિસાળીયા ને વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ પદે મુકાયા બાદ બરોડા ડેરીના ચેરમેન નો બીજો મહત્વનો મુદ્દો ફાળવવામાં આવ્યો હતો.
વડોદરા જિલ્લાના ધારાસભ્યો દ્વારા આ મુદ્દે આગાઉ પ્રદેશ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી હતી. જેથી બે મહત્વના હોદ્દામાથી કોઈપણ એક હોદ્દો રાખવા માટે સતીશ નિશાળીયાને સુચના આપવામાં આવી હતી.
આખરે આજે જિલ્લા પ્રમુખે પત્રકાર પરિષદ બોલાવી બરોડા ડેરીના વોઇસ ચેરમેન જીબી સોલંકી ને સાથે રાખી ચેરમેન પદેથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. તેમણે પક્ષના પ્રદેશ પ્રમુખની સાથે રહી આગામી લોકસભાની ચૂંટણીમાં દરેક બેઠક ઉપર પાંચ લાખથી વધુ લીડ મળે તેવા આશય સાથે રાજીનામું આપી પક્ષનું કામ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.