Get The App

વડોદરાના વેપારીને આપઘાત માટે દુષપ્રેરણાના કેસમાં સંડોવાયેલા આરોપીની આગોતરા અદાલતે ફગાવી

Updated: Aug 22nd, 2023

GS TEAM


Google News
Google News
વડોદરાના વેપારીને આપઘાત માટે દુષપ્રેરણાના કેસમાં સંડોવાયેલા આરોપીની આગોતરા અદાલતે ફગાવી 1 - image


- આરોપીઓએ રૂ. 5.80 લાખની રકમ પરત ન આપતા આર્થિક ભીસમાં સપડાતા વેપારીએ સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો હતો

વડોદરા,તા.22 ઓગસ્ટ 2023,મંગળવાર

વડોદરા શહેરના દંતેશ્વર નેહલ પાર્કમાં રહેતા મની ટ્રાન્સફરનું કામ કરતા 40 વર્ષીય વેપારી ગુમ થયા બાદમાં તેમનો મૃતદેહ હાલોલ પાસે નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. વેપારી પાસેથી મળી આવેલ સ્યુસાઈડ નોટમાં નાણા પરત ન આપી આર્થિક ભીંસમાં મૂકી આપઘાત માટે મજબૂર કરવા બદલ ત્રણ શખ્સની સંડોવણી જણાતા પોલીસે વધુ તપાસ ધરી હતી. દરમ્યાન આ ગુનામાં સંડોવાયેલ જીગ્નેશ અરૂણભાઇ વ્યાસ (રહે-સોલા બોપલ, અમદાવાદ) ની આગોતરા જામીન અરજ અદાલતે ના મંજૂર કરવાનો હુકમ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે, મૃતક વેપારી આનંદભાઈના પત્ની હેતલબેનએ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી વિશાલ ચંદુભાઇ જગસાણીયા(રહે. જેતપુર, મોરબી), જયભાઇ ઉર્ફે જયેશ સુરેશભાઇ અમૃતિયા (રહે. જેતપુર, મોરબી) અને જિગ્નેશ અરુણભાઇ વ્યાસ (રહે.  બોપલ, અમદાવાદ)એ મારા પતિ પાસેથી જુલાઈ-2022માં નાણાં લીધા હતા. જે પૈકી 6.80 લાખ રૂપિયા પરત આપ્યા નહોતા મારા પતિને મરી જવા માટે મજબૂર કર્યા હતા. તેના ત્રાસથી કંટાળીને મારા પતિ 4 ઓગસ્ટના રોજ ઘરેથી કાર લઈને નીકળી ગયા હતા. માણેકપુર નર્મદા મેઇન કેનાલ પાસે બલેનો ગાડીમાં તેમના બે મોબાઈલ મૂકીને આત્મહત્યા કરી હતી. ત્રણેય આરોપીએ મારા પતિને નાણા પરત નહીં આપી વિશ્વાસઘાત કર્યો હતો. આપઘાત કરવા માટે મજબૂર કર્યા હતા. જેમાં આરોપી જયેશ સાથે ફોન પર નાણાની માંગણી કરતા અપશબ્દ બોલ્યા હતા. જેથી મૃતકે કહ્યું હતું કે, મારે હવે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નથી. જેથી સામે રીપ્લાય મળ્યો હતો ,કે તારે જે કરવું હોય તે કર. ત્યારબાદ રૂ.એક લાખ ટ્રાન્સફર કરી બાકીના રૂ.5.80 લાખ આરોપીઓએ મૃતકને નહીં આપતા તેઓએ ત્રાસથી કંટાળી નર્મદા કેનાલમાં જંપલાવી આત્મહત્યા કરી હતી. આ ગુનામાં સંડોવાયેલ આરોપી જીગ્નેશ અરૂણભાઇ વ્યાસ એ પકડથી બચવા અત્રેની સેશન્સ અદાલતમાં પોતાની આગોતરા જામીન અરજી રજૂ કરી હતી. જેની સુનાવણી હાથ ધરાતા બચાવ પક્ષ તરફે ધારાશાસ્ત્રી વી.એ.જોશીએ દલીલો કરી હતી કે, અરજદાર આરોપીને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે. ફરિયાદમાં જે નાણાકીય વ્યવહાર છે તે અરજદાર આરોપી સાથે કરવામાં આવ્યો નથી. તે વ્યવહારો જયેશભાઈ સાથે થયેલ ફરિયાદમાં સ્પષ્ટપણે ફલિત થાય છે. અરજદાર ગુનાહિત ભૂતકાળ ધરાવતા નથી. અરજદારને આગોતરા જામીનનો લાભ મળે તો શરતોના પાલન સાથે તપાસમાં સહકાર આપશે. જ્યારે સામા પક્ષે સરકાર તરફે ધારાશાસ્ત્રી એપીપી પી.સી.પટેલએ દલીલો કરી હતી કે, અરજદાર આરોપીનું એફઆઈઆરમાં પ્રથમથી જ નામ ખુલવા પામેલ છે. સ્યુસાઇડ નોટમાં અરજદાર આરોપી તથા અન્ય સહ આરોપીઓના કારણે જ આઘાતમાં આવી જતા મરણ ગયેલાનું જણાવેલ છે. મૃતકના નાણા પરત ન આપતા આર્થિક ભીસમાં આવી જઈ આપઘાત કર્યો છે. અરજદાર આરોપી તપાસમાં સહકાર ન આપી નાસતા ફરે છે. કેસની ટ્રાયલ ચાલતા સમયે અરજદારની હાજર રહેવાની શક્યતા નહીવત છે. તેમજ પ્રાઇમાંફેસી કેસ હોય તો આગોતરા જામીન ઉપર મુક્ત ન કરી શકાય.

ગુનાની તપાસ ચાલુ હોય આરોપીની કસ્ટોડિયલ ઇન્સ્ટાગ્રેશન જરૂરી છે; ન્યાયાધીશ

બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ ત્રીજા એડિશનલ સેશન્સ જજ માધુરી ધ્રુવકુમાર પાંડેયએ નોંધ્યું હતું કે, આરોપીનું એફઆઈઆરમાં પ્રથમથી જ નામ હોય પ્રથમ દર્શનીય કેસ છે. મૃતકની સ્યુસાઈડ નોટમાં અરજદાર આરોપી તથા અન્ય સહ આરોપીઓના નામ જણાવેલ છે. હાલમાં ગુના ની તપાસ ચાલુ હોય અરજદાર આરોપીની કસ્ટોડિયલ ઇન્સ્ટાગ્રેશનની શક્યતાને નકારી શકાય તેમ નથી. હાલના તબક્કે આગોતરા જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો પુરાવા સાથે ચેડા થવાની શક્યતા છે.

Tags :