app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

વડોદરા કોર્પોરેશનની પહેલ : યલો ફીવર વેક્સિન લેનારાઓ હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે

Updated: Aug 31st, 2023

વડોદરા,તા.31 ઓગસ્ટ 2023,ગુરૂવાર

યલો ફીવર વેક્સિનેશનનો લાભ વડોદરા શહેર અને આસપાસના ૬ જિલ્લાના લોકો લઈ રહ્યા છે. ઘણી વખત વેક્સિન ખૂટી પડતા લોકોને ધક્કો પડે છે જેથી દૂરથી આવતા લોકોને અગવડતા ઊભી થતી. જરૂરિયાતમંદ લોકોને રાહત મળી શકે તે હેતુસર સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વડોદરા કોર્પોરેશને યલો ફીવર વેક્સિનેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે. સુવિધા શરૂ થતા હવે લોકોને ધક્કા ખાવામાંથી રાહત મળશે. આફ્રિકા અને અમેરિકાના કેટલાક દેશોમાં જવા માટે અહીંના લોકોએ યલો ફીવર વેકશીન લેવી ફરજીયાત છે. ઘણી વખત બહોળી સંખ્યામાં રસી લેવા લોકો કોર્પોરેશન સંચાલિત વેકસીનેશન સેન્ટર, પદ્માવતી ખાતે આવતા હોય છે અને જો વેક્સિનનો સ્ટોક ઉપલબદ્ધ ના હોય તેવા સંજોગોમાં અસુવિધા ઊભી થતી હોય છે. જેને ધ્યાનમાં લઇ પાલિકાના આરોગ્ય વિભાગે યલો ફીવર વેક્સિનેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે. સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વખત આ પ્રકારની સુવિધા અહીં ઉભી કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, વડોદરા ઉપરાંત આસપાસના છથી સાત જિલ્લાના લોકો અહીં યેલો ફીવર વેક્સિન લેવા આવતા હોય છે. જેને ધ્યાનમાં લઈને લોકોને ધક્કો ન પડે તેથી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે. https://vmc.gov.in/rcho/Default.aspx લિન્ક પર વ્યક્તિ રજીસ્ટ્રેશન થઈ શકશે. આ સાથે 6359641678 નંબર ઉપર ફોન, એસએમએસ અથવા વોટ્સએપ કરી તેઓ વધુ માહિતી  મેળવી શકશે. જે વ્યક્તિઓ સીધા આવે તેઓનું પણ તત્કાલ રજીસ્ટ્રેશન થઈ શકશે પરંતુ આવા લોકો બપોરના ત્રણ વાગ્યા પછી વેક્સિન મેળવવી શકશે. ગુજરાતમાં ફક્ત ૭ સ્થળોએ યેલો ફીવર વેક્સિન અપાય છે. જેમકે, ગાંધીનગર, અમદાવાદ, પોરબંદર, જામનગર, સુરત, વડોદરા અને કંડલા પોર્ટ ખાતે અને નજીકમાં દીવ અને દમણ ખાતે રસીનું સેન્ટર ઉપલબ્ધ છે.

સીકરણના દિવસો – મંગળવાર અને ગુરુવાર

રસીકરણનો સમય –15:00થી 17:00 કલાક

મંગળવારની એપોઇન્ટમેન્ટ માટે આગળનાં સોમવારે બપોરે ૧૧:૩૦ કલાકે સ્લોટ તૈયાર કરવામાં આવશે.

તેમજ ગુરૂવારની એપોઇન્ટમેન્ટ માટે આગળનાં બુધવારે બપોરે 11:30 કલાકે સ્લોટ તૈયાર કરવામાં આવશે.


Gujarat