Get The App

વડોદરામાં જમીનોમાં લોકોને થતી હેરાનગતિ અંગે જિલ્લા કલેકટર ટૂંક સમયમાં ઓપન હાઉસ શરૂ કરશે : ધારાસભ્યની રજૂઆત બાદ નિર્ણય

Updated: Jun 15th, 2024

GS TEAM


Google News
Google News
વડોદરામાં જમીનોમાં લોકોને થતી હેરાનગતિ અંગે જિલ્લા કલેકટર ટૂંક સમયમાં ઓપન હાઉસ શરૂ કરશે : ધારાસભ્યની રજૂઆત બાદ નિર્ણય 1 - image


Vadodara News : વડોદરા શહેર જિલ્લાના જમીનોના પ્રશ્નો ઉકેલવા માટે ઓપન હાઉસ શરૂ કરવા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે રજૂઆત કરી હતી જેને જિલ્લા કલેકટર દ્વારા સ્વીકારવામાં આવી છે અને ટૂંક સમયમાં તેનો અમલ શરૂ થશે તેમ ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું.

વડોદરા શહેર ભાજપ પ્રમુખે અન્ય પ્રશ્નો અંગે જે સૂચન કર્યું છે તેમાં માત્ર વિશ્વામિત્રી નદી નો પ્રશ્ન જ નહી અગાઉ વડોદરા શહેરના 30 જેટલા મહત્વના પ્રશ્નો રાજ્ય સરકારમાં પેન્ડિંગ છે તેનું ઉકેલ આવતો નથી. જે અંગે તમામ ધારાસભ્યોએ સંયુક્ત રીતે મુખ્યમંત્રી સમક્ષ તેમજ વિધાનસભાના અવારનવાર રજૂઆતો કરી છે. અને હાલના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી વડોદરાના તમામ ધારાસભ્યોની સંયુક્ત બેઠક બોલાવવા માંગણી કરી છે.

 સ્માર્ટ મીટર અંગે ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે વડોદરા શહેર જિલ્લામાં 28,000 સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. હાલમાં સ્માર્ટ મીટર લગાવવાનું અટકાવવામાં આવ્યું છે. હવે પ્રશ્ન રાજ્ય સરકારમાં છે જે અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરી તેનો ઉકેલ આવે તેવા પ્રયત્ન કરીશું.

Tags :