રાજ્યના શ્રેષ્ઠ ચૂંટણી અધિકારી વડોદરાના કલેક્ટરનું બહુમાન
વડોદરા, તા.25 જાન્યુઆરી, શનિવાર
ગાંધીનગરમાં આયોજિત દશમા રાષ્ટ્રિય મતદાર દિવસની ઉજવણીમાં વડોદરાના કલેક્ટરનું શ્રે ચુંટણી વ્યવસ્થા અંગે બહુમાન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલે રાજ્યના શ્રે જિલ્લા ચુંટણી અધિકારી તરીકે સન્માન પત્રથી કલેક્ટરને વિભૂષિત કર્યા હતા.
ચૂંટણી એ લોકશાહીના આધાર સ્તંભો પૈકી એક છે અને મતદાર યાદી બનાવવાથી લઇ મતદાન કરાવવું,મત ગણતરી કરાવવી અને પરિણામ જાહેર કરવા સુધી વિવિધ તબક્કાઓમાં વહેંચાયેલી ખૂબ વ્યાપક,સ્પષ્ટ કાયદાકીય જોગવાઇઓના ચુસ્ત પાલનને આધિન પ્રક્રિયા છે તેમ જણાવી કલેક્ટર શાલિની અગ્રવાલે કહ્યું હતું કે રાત દિવસ પરિશ્રમ કરીને માનવ સંપદા આ પ્રક્રિયા ચુંટણી પંચના દિશા નિર્દેશો પ્રમાણે પૂર્ણ કરે છે.એટલે આ સિદ્ધિનું શ્રેય ટીમ વડોદરાના તમામ કાર્ય નિા સહયોગીઓને આપુ છું.અમારા કામની કદર કરવા બદલ ચુંટણી પંચનો આભાર માનું છું.
વડોદરા જિલ્લા કલેકટર રાજ્યના શ્રે જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પસંદ થયાની ગઇકાલે જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણીઓના સર્વગ્રાહી શ્રે વ્યવસ્થાપન તેમજ ચુંટણીપંચની અપેક્ષા પ્રમાણે મુક્ત,ન્યાયી,તટસ્થ અને પારદર્શક ચુંટણી વ્યવસ્થાઓના માપદંડો અનુસાર ઉત્તમ કામગીરી માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.