Get The App

વડોદરા : બિલ વગર એરપોર્ડ્સ તથા સ્માર્ટવોચનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો

Updated: Jan 23rd, 2023


Google News
Google News
વડોદરા : બિલ વગર એરપોર્ડ્સ તથા સ્માર્ટવોચનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો 1 - image

વડોદરા,તા.23 જાન્યુઆરી 2023,સોમવાર

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં બિલ વગર એપલ કંપનીના એરપોર્ડ્સ તથા સ્માર્ટવોચનું વેચાણ કરતા શખ્સને 64 એરપોર્ડ્સ  તથા 16  સ્માર્ટવોચ સાથે સયાજીગંજ પોલીસે ઝડપી પાડી રૂ. 8 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. 

શહેરના સયાજીગંજ પોલીસમથકની ટીમ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. તે સમયે ચોક્કસ માહિતી મળી હતી કે, ફતેગંજ વિસ્તારની એમ્પારર બિલ્ડિંગની સામે સોનાલીકા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બિલ વગર એપલ કંપનીની એરપોર્ડ્સ તથા સ્માર્ટવોચનું વેચાણ થઈ રહ્યું છે. જેના આધારે પોલીસે દરોડો પાડી એરપોર્ડ્સ તથા સ્માર્ટવોચનું વેચાણ કરતા જયેશ તેજુમલ કેવલાણી (રહે- ગણેશ નિવાસ, એમ્પરર બિલ્ડિંગની સામે ફતેગંજ )ને રૂ. 6400ની કિંમતના 64 નંગ એરપોર્ડ્સ  તથા રૂ 1600ની કિંમતની 16 નંગ સ્માર્ટવોચ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી મટીરીયલનો કોઈ પુરાવા મળી ન આવતા પોલીસે મુદ્દામાલ સીઆરપીસી 102 મુજબ કબજે કરી આરોપીની 41 (1) ડી મુજબ અટકાયત કરી હતી.


Tags :