કોર્પોરેશનમાં વેકેટલેન્ડ ટેકસની દરખાસ્ત અનિર્ણત
જો આ ટેક્સ લેવાય તો કોર્પો.ની આવકમાં વર્ષ ૭ કરોડ વધારો થાય
વડોદરા,તા,7,ફેબ્રુઆરી,2020,શુક્રવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ખુલ્લી પડેલી જમીનો પર વેકેટલેન્ડ ટેકસ લેવા માટે સમગ્ર સભામાં દરખાસ્ત છેલ્લા ૭ વર્ષથી અનિર્ણિત છે અને તેના કારણે કોર્પોરેશનને વેરાની આવક ગુમાવવી પડે છે.
કોર્પોરેશન વિસ્તારમાં ખાલી પડેલા પ્લોટો પર વેકેટ લેન્ડ ટેક્સ નાખવા વર્ષ ૨૦૧૧માં સમગ્ર સભાએ ઠરાવ કરીને વર્ષ ૨૦૧૩માં મંજૂરી આપી હતી. આ માટે સરકારની મંજૂરી મેળવતા અગાઉ વાંધા સૂચનો મેળવ્યા હતા. સમગ્ર સભામાં દરખાસ્ત રજૂ થઈ ત્યારે ૬ સભ્યની સમિતિ બનાવવાનો મતદાનથી બહુમતી આધારે નિર્ણિય થયો હતો. જો આ ટેક્સ લેવાય તો કોર્પોરેશનની આવક આશરે ૭ કરોડ વધી શકે તેમ છે.આજરોજ કોર્પોરેશનમાં સામાજિક કાર્યકરે આવેદનપત્ર સુપરત કર્યું હતુ. અને વેકેટલેન્ડ લેન્ડ ટેકસ વસૂલ કરવા રજૂઆત કરીને આક્ષેપ કર્યો હતો કે આ પ્લોટો ખુલ્લા પડી રહેવાથી ઝાડી ઝાંખરા ઊગી નિકળ્યા છે. જો ટેકસ લેવાય તો પ્લોટની જાળવણી પણ યોગ્ય થઈ શકે, પરંતુ કોર્પોરેશન મોટા લોકોના પ્લોટો હોવાથી વેકેટલેન્ડ ટેકસ લેવા રાજી નથી તેવો આક્ષેપ કર્યો હતો.