image : Freepik
- નાગરવાડામાં ખુલ્લેઆમ દારૂના ધંધા ચાલતા હોવાના આક્ષેપ થયા
વડોદરા,તા.24 જુન 2023,સોમવાર
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં નશામાં ધૂત રિક્ષા ચાલકે પશુ સાથે બે યુવાનોને અડફેટે લેતા સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. અને નાગરવાડામાં ખુલ્લેઆમ દારૂના ધંધા ચાલતા હોવાના આક્ષેપ સાથે પોલીસ તંત્ર વિરૂધ્ધ નારાજગી દર્શાવી હતી.
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલ પ્રકાશ નગર ખાતે નશામાં ધૂત રીક્ષા ચાલકે એક પશુ સાથે બે ભાઈઓને અડફેટે લીધા હતા. જેમાં તેઓને નાની વતી ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે વિસ્તારમાં મોટી સંખ્યામાં લોક ટોળા એકત્ર થઈ ગયા હતા. બનાવી જાણ થતા સ્થળ પર દોડી ગયેલ કારેલીબાગ પોલીસે રિક્ષાચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. આ દરમિયાન ઇજાગ્રસ્ત યુવકે આ વિસ્તારમાં પોલીસની છત્ર છાયા હેઠળ ખુલ્લેઆમ દારૂના ધંધા ચાલતા હોવાના આક્ષેપ કર્યા હતા. જો કે, નાગરવાડા વિસ્તારમાં દારૂનું વેચાણ થતું હોવાની બૂમો વર્ષોથી છે.


