Get The App

વડોદરામાં સયાજીબાગના અપગ્રેડેશન પાછળ રૂ.બે કરોડ ખર્ચાશે : રૂ.33 લાખ વધુ ચૂકવાશે !

Updated: Oct 18th, 2023

GS TEAM


Google News
Google News
વડોદરામાં સયાજીબાગના અપગ્રેડેશન પાછળ રૂ.બે કરોડ ખર્ચાશે : રૂ.33 લાખ વધુ ચૂકવાશે ! 1 - image


- ચિલ્ડ્રન પ્લે એરીયા, ફિઝીકલ ફેસીલીટી , સિવિલ વર્કનો સમાવેશ

વડોદરા,તા.18 ઓક્ટોબર 2023,બુધવાર

અપગ્રેડેશન ઓફ ચિલ્ડ્રન પ્લે એરીયા, ફિઝીકલ ફેસીલીટી ઇક્વીપમેન્ટ ફોર પબ્લીક ફેસીલીટી એન્ડ ઇક્વીપમેન્ટ ફોર ફિઝીકલી હેન્ડિકેપેડ એન્ડ સ્પેશીયલ પીપલસ વીથ હોર્ટીકલ્ચર એન્ડ સિવિલ વર્ક ઇન સયાજીબાગ ગાર્ડનના કામે ઇજારદાર મે.વ્રજરાજ કન્સ્ટ્રકશન કું.ના અંદાજીત રકમથી 19.02 ટકા વધુ મુજબ રૂ.2,08,70,728 ના ભાવપત્રકને મંજુરી હેતુનું કામ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયું છે. 

વડોદરા મહાનગરપાલિકા હસ્તકના સયાજીબાગ ગાર્ડનની અપગ્રેડેશનની કામગીરીના ભાગરૂપે અપગ્રેડેશન ઓફ ચિલ્ડ્રન પ્લે એરીયા , ફિઝીકલ ફેસીલીટી ઇક્વીપમેન્ટ ફોર પબ્લીક ફેસીલીટી એન્ડ ઇક્વીપમેન્ટ ફોર ફિઝીકલી હેન્ડિકેપડ એન્ડ સ્પેશીયલ પીપલસ વીથ હોર્ટીકલ્ચર એન્ડ સિવિલ વર્ક માટે સલાહકાર સમર્થ ઇન્ફ્રા.ટેક સર્વીસીસ પ્રા.લી.ધ્વારા રૂ.1,75,35,412નો અંદાજ (સિવિલ,ઇલેક્ટ્રીકલ અને હોર્ટીકલ્ચર) રજુ કરવામા આવ્યો હતો. જેની ઇ- ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરાતા બીજા તબકકામાં ત્રણ ઇજારદારોએ રસ દાખવ્યો હતો. જેમાં ઈજારદાર મે.વ્રજરાજ કન્સ્ટ્રકશન કું નું ભાવપત્રક નેટ અંદાજીત રકમ રૂ.1,75,35,412 થી 19.02 ટકા વધુ મુજબ રૂ.2,08,70,728 રજુ થયુ હતુ. ઇજારદારને ભાવ ઘટાડો કરવા જણાવતા ઇજારદાર દ્વારા અસહમતી દર્શાવેલ છે. આ કામનો ખર્ચ અમૃત યોજના 2.0 SWAP-1 ની ગ્રાન્ટ હેઠળ પાડવામાં આવશે. આગામી શુક્રવારના રોજ મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગે નિર્ણય થશે. આમ, વધુ ભાવનું ભાવ પત્રક સ્થાયી સમિતિમાં મંજૂરી હેતુ રજૂ થતા વિવાદ સર્જાયો છે.

Tags :