Get The App

181 અભયમ હેલ્પલાઇન અંતર્ગત 5 લાખ 82 હજાર મહિલાઓને સેવા મળી

Updated: Jul 16th, 2019

GS TEAM

Google News
Google News
181 અભયમ હેલ્પલાઇન અંતર્ગત 5 લાખ 82 હજાર મહિલાઓને સેવા મળી 1 - image

અમદાવાદ તા. 16 જુલાઈ 2019, મંગળવાર

રાજ્યના મહિલા અને બાળકલ્યાણ મંત્રી ગણપત વસાવાએ બજેટ સત્રના આજના દિવસે તેમના વિભાગ અંતર્ગત ની વિવિધ માંગણીઓને લઇને બજેટ ની માંગ કરી હતી આ વિભાગ દ્વારા જેન્ડર બજેટ વહાલી દીકરી યોજના, દૂધ સંજીવની યોજના, પૂર્ણા યોજના, વિધવા સહાય,181 અભયમ હેલ્પલાઇન સહિતની મહિલા અને બાળકોને સ્પર્શતી કલ્યાણકારી યોજના ને ધ્યાને લેતા રાજય સરકાર દ્વારા રૂપિયા. 7,24,43,000 ( સાત કરોડ ચોવીસ લાખ તેતાલિસ હજાર)  ની મહેસુલી માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી.

મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન અંતર્ગત અત્યાર સુધીમાં ૫.૮૨ લાખ મહિલાઓને સેવા પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત સગર્ભાવસ્થામાં મહિલાઓને રૂ. ૫,૦૦૦ની સહાયતા દીવડા યોજના બેંકેબલ યોજના હેઠળ મહિલાઓને રોજગારી આપવા અપાતી લોન રૂપિયા ૧ લાખથી વધારીને રૂપિયા ૨ લાખ જ્યારે સબસીડી ૧૫ ટકા કરી દેવામાં આવી છે.

તેમણે ઉમેર્યુ કે, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા પ્રતિવર્ષ જેન્ડર બજેટ સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં આવે છે.  આ બજેટ હેઠળ વર્ષ 2019 માં 834 જેટલી યોજનાઓ આવરી લેવાઈ છે જે પૈકી 210 જેટલી યોજનાઓ સંપૂર્ણ પણે મહિલાલક્ષી છે.  આ યોજનાઓમાં મહિલાઓ અને કન્યા શિક્ષણ,આરોગ્ય પોષણ, કૌશલ્યવર્ધન અને આર્થિક સશક્તિકરણ ની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવી છે.

રાજય સરકાર દ્વારા વાહલી દીકરી યોજના અંતર્ગત દીકરીનો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેટ ઘટાડવા પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 4000, નવમા ધોરણમાં આવે ત્યારે બીજા રૂપિયા 6,000 તેમજ દીકરી જ્યારે ૧૮ વર્ષની થાય ત્યારે રૂપિયા એક લાખ તેના વાલીને આપવામાં આવશે   જેથી ઉચ્ચ શિક્ષણ અને લગ્નનો ખર્ચ કાઢી શકાય. આ યોજના હેઠળ ચાલુ વર્ષે બજેટમાં રૂપિયા 133 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.