Gujarat

NCCના વિદ્યાર્થીઓ માટે યુનિ.ઓએ હવે અલગથી પરીક્ષા ગોઠવવી પડશે

By GS Team
1 Dec 20212 mins read
This article was originally published on 1 Dec 2021
NCCના વિદ્યાર્થીઓ માટે યુનિ.ઓએ હવે અલગથી પરીક્ષા ગોઠવવી પડશે

અમદાવાદ,

એનસીસીમાં જોડાયેલા વિદ્યાર્થીઓ માટે હવે યુનિવર્સિટીઓ અલગથી ખાસ પરીક્ષાઓ ગોઠવવી પડશે.એનસીસીના કેટેડ્સ કે જેઓ વિવિધ યુજી-પીજી કોર્સમાં ભણતા હોય છે અને તેઓ નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન પરેડ-કેમ્પને પગલે પરીક્ષા આપી શકતા નથી.જેથી યુજીસીએ તમામ યુનિવર્સિટીઓને પરિપત્ર કરીને તાકીદ કરી છે કે એનસીસી કેડેટ્સ માટે અલગથી પરીક્ષાઓ ગોઠવવામા આવે.

યુજીસીએ તમામ યુનિવર્સિટીઓને પરિપત્ર કરીને જણાવ્યુ છે કે એનસીસી એટલે કે નેશનલ કેડેટ કોર્પ્સ કેન્દ્ર સરકારથી માંડી રાજ્યની સરકારની વિવિધ કામગીરીમાં તેમજ શિક્ષણ વિભાગ માટે જરૃરી કામગીરીમાં જોડાતા હોય છે અને અનેકવિધ જવાબદારીઓ નિભાવતા હોય છે.એનસીસીના વોલિન્ટિયર્સ રાષ્ટ્ર નિર્માણની અનેક પ્રવૃત્તિઓમાં સક્રીય રીતે જોડાઈને મહત્વની કામગીરી કરે છે.યુજીસીના ધ્યાને આવ્યુ છે કે મોટા ભાગે નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન યુનિવર્સિટીઓની સેમેસ્ટર પરીક્ષાઓ હોય છે અને આ સમયમાં જ એનસીસી માટે  રીપબ્લિક ડેને લઈને પરેડથી માંડી ટ્રેનિંગ કેમ્પો યોજાતા હોય છે.જેમા ંએનસીસીના વિદ્યાર્થીઓ રોકાયેલા હોવાથી તેઓ સેમેસ્ટર પરીક્ષા આપી શકતા નથી અને તેઓને પરીક્ષામાં મોટી મુશ્કેલી ઉભી થાય છે.

આ બાબતે યુનિ.ઓ વિચારણા કરે અને એનસીસીના વિદ્યાર્થીઓ માટે  સ્પેશ્યલ સેપરેટ એક્ઝામ્સ યોજવામા આવે. એનસીસી માટે ખાસ અલગથી પરીક્ષાઓ યુનિવર્સિટીઓએ યોજવી જોઈએ અને જે પરીક્ષાઓને રી-ટેસ્ટ કે રીપિટર એક્ઝામ તરીકે ગણતરીમાં ન લેવામા આવે.  જેથી એનસીસીના વિદ્યાર્થીઓ આ ખાસ પરીક્ષા આપી શકે અને તેમના અભ્યાસમાં મુશ્કેલી ન પડે તેમજ તેઓનું વર્ષ પણ ન બગડે.  તમામ યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને યુજીસી દ્વારા તાકીદ કરવામા એનસીસી માટે ખાસ પરીક્ષાને લઈને તાકીદ કરવામા આવી છે.મહત્વનું છે કે તમામ યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એનસીસીમાં જોડાતા હોય છે.