Get The App

ATS દ્વારા જંબુસરના વધુ બે યુવકોની અટકાયત

આતંકવાદી જાફર અલી સાથે કનેક્શનની આશંકા

જંબુસરના મુબારક મલેક, અબરાર પટેલ, ફૈયાઝ મલેક અને અબરાર મલેક એટીએસેના સકંજામાં

Updated: Jan 11th, 2020

GS TEAM

Google News
Google News
ATS દ્વારા જંબુસરના વધુ બે યુવકોની અટકાયત 1 - image


જંબુસર,તા.૧૧

વડોદરાના ગોરવા વિસ્તારના બોરિયા તળાવ ઝૂંપડપટ્ટીમાંથી ઝડપાયેલા તામિલનાડુના ખૂંખાર આતંકવાદી જાફર અલીને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે  આબાદ ઝડપી પાડયો હતો. જાફર અલીને આશરો આપનારા જંબુસરના મુબારક મલેક અને અબરાર પટેલની પણ એટીએસે અટકાયત કરી હતી. બંનેની પૂછપરછ બાદ એટીએસે આજે જંબુસરના વધુ બે યુવકોની અટકાયત કરી હતી. પકડાયેલા બંને યુવકો સગા ભાઈઓ હોવાનુ જાણવા મળ્યુ હતુ. એટીએસે બંનેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. 

ગોરવાના બોરિયા તળાવ ઝૂંપડપટ્ટીમાંથી ઝડપાયેલા આઈએસઆઈએસના આતંકવાદી જાફર અલીના સ્થાનીક સંપર્કોની તપાસ દરમિયાન જંબુસરના ચાર યુવકોના નામ બહાર આવ્યા હતા. એટીએસની ટીમે ચાર દિવસ પહેલા જંબુસરના મુબારક મલેક અને અબરાર પટેલની અટકાયત કરી હતી. દરમિયાન એટીએસને આતંકવાદી જાફર અલી સાથે સંકળાયેલા વધુ જંબુસરના વધુ બે યુવકોના નામ મળ્યા હતા. જેમાં અબરાર શબ્બીરભાઈ મલેક અને ફૈયાઝ શબ્બીરભાઈ મલેકનો સમાવેશ થાય છે.

એટીએસની ટીમે બંનેના પરિવારજનોને ફોન કરીને બંને યુવકોને અમદાવાદની એટીએસ કચેરીમાં બોલાવ્યા હતા. આજે બંનેના પરિવારજનો તેઓને સાથે લઈને એટીએસ ઓફિસ પહોંચ્યા હતા. જ્યાં એટીએસના અધિકારીઓએ બંનેને પૂછપરછ તથા તપાસ માટે ડિટેન કર્યા હતા. એટીએસે ડિટેન કરેલા ફૈયાઝ મલેક અને અબરાર મલેક સગાભાઈ છે અને તેઓ જંબુસરના ભરૃચી ભાગલ વિસ્તારમાં ઈલેક્ટ્રિશિયન તથા ટેલર તરીકેનું કામ કરે છે.

એટીએસના અધિકારીઓનું માનવુ છે કે, જંબુસરમાં વધુ યુવકો આતંકવાદી જાફર અલી સાથે સંકળાયેલા હોવાની આશંકા છે. આતંકવાદીના કનેક્શનમાં આવેલા તમામ યુવકોની એટીએસ પૂછપરછ કરશે. હાલમાં એટીએસે આતંકવાદી જાફર અલીના મોબાઈલની કોલ ડિટેલ અને મુબારક મલેક અને અબરાર પટેલની પૂછપરછના આધારે આગળની તપાસ હાથ ધરી છે. હાલમાં એટીએસ પાસે જંબુસરનો મુબારક મલેક, અબરાર પટેલ, ફૈયાઝ મલેક અને અબરાર મલેક સહિત ચાર જણા છે. 


Tags :