મ્યૂકોરમાઇકોસિસના નવા બે કેસ નોંધાયાઃ કોરોનાના નવા ૧૧ કેસ
ચાર દર્દીઓને ઓક્સિજન અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા
વડોદરા,ચોવીસ કલાક દરમિયાન મ્યૂકોરમાઇકોસિસના નવા બે કેસ નોંધાયા છે.જ્યારે કોરોનાના નવા ૧૧ પોઝિટિવ કેસ આવ્યા છે.જ્યારે સારવાર લેતા ૧૫ દર્દીઓની તબિયત સુધરતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
શહેરમાં ચોવીસ કલાક દરમિયાન કોરોનાના નવા ૧૧ કેસ નોંધાયા છે.જ્યારે સારવાર દરમિયાન તબિયત સુધરતા ૧૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.હાલમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૯૫ થઇ ગઇ છે.હાલમાં ઓક્સિજન અને વેન્ટિલેટર પર ચાર દર્દીઓ છે.અને હોમ ક્વોરન્ટાઇને કેસની સંખ્યા ૩૯૬ થઇ ગઇ છે.મ્યૂકોરમાઇકોસિસના નવા બે કેસ નોંધાયા છે.હાલમાં મ્યૂકોરમાઇકોસિસના પાંચ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.જ્યારે મ્યૂકોરમાઇકોસિસના એક દર્દીની તબિયત સુધરતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ચોવીસ કલાક દરમિયાન ડેન્ગ્યૂના ૪,ચિકનગુનિયાના બે,મેલેરિયાનો એક,કોલેરાના બે,ઝાડાના ૧૫ અને તાવના ૪૨૩ કેસ નોંધાયા છે.સયાજી હોસ્પિટલમાં આજે પચ્ચીસ દર્દીઓના ડેથ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે.જ્યારે નવી ૧૯ અરજીઓ આવી છે.