app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

વડોદરા મધ્યસ્થ જેલમાં લેમ્પમાં સંતાડી રાખેલા બે મોબાઈલ જપ્ત કર્યા

Updated: Nov 21st, 2023

વડોદરા,તા.21 નવેમ્બર 2023,મંગળવાર

વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીએ મોબાઇલ સંતાડવા માટે નવો નુસખો અજમાવ્યો છે. પાકા કામના કેદીઓ એલએડી લેમ્પમાંથી સર્કિટ કાઢી નાખી તેની અંદર બે મોબાઇલ સંતાડી દીધી હતા. જેલના કર્મચારીઓ લેમ્પ બ્ંધ હોય શંકા ગઇ હતી. જેથી લેમ્પ નીચે ઉતારી જોતા તેમાં સિમકાર્ડ વગરના બે મોબાઇલ મળી  આવ્યાં હતા. જેલમાં કેવી રીતે મોબાઇલ ઘુસાડાઇ રહ્યા છે તે જાણવાની દરકાર પણ સત્તાધીશો કરતા નથી. વડોદરા સેન્ટ્રલના સ્ટાફ ક્વાટર્સમાં રહેતા ધીરુભાઈ એસ.સોલંકી રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 20 નવેમ્બરના રોજ મારી ડ્યુટીજેલમાં  જેલર તરીકે હતી તે દરમ્યાન સર્કલ વિભાગ યાર્ડ નં-9 બેરેક નં-1માં ફરજ બજાવતા જેલ સહાયકને સાથે રાખી ઝડતી સ્કવોર્ડના કર્મચારીઓ દ્વારા યાર્ડ નં-9 બેરેક નં-1માં ઝડતી કરવા માટે ગયા હતા. તે દરમિયાન રેકમાં પ્રવેશતાએલ.ઈ.ડી. લેમ્પ બંધ હતો. જેથી જેલના ઝડતી સ્ક્વોર્ટના કર્મચારીઓના શંકા ગઇ હતી. જેથી સીડી મંગાવી ઝડતી સ્કવોર્ડ સિપાઈએ લેમ્પ નીચે ઉતારીને ચેક કર્યો હતો ત્યારે તેઓ પણ ચોકી ગયા હતા. એલ.ઈ.ડી. લેમ્પની સર્કીટ કાઢીને તેમા બે મોબાઇલ સંતાડી દીધો હતો. બંને મોબાઇલોમાંથી સિમકાર્ડ કાઢી લીધા હતા. આ બાબતે બેરેકના કેદીઓની પુછપરછ કરત આ બંન્ને મોબાઈલ પાકા કેદી નામે મુન્ના મૌયુદ્દીન શેખ વાપરતા હોવાનું જણાવ્યું હતું. ત્યારે સવાલ એ થાય છે કે જેલમા્ં આટલી કડક સિક્યુરિટી હોવા છતાં મોબાઇલ કેવી રીતે ઘુસાડાયા છે. તેની જેલ સત્તાધીશો જાણવાની સુદ્ધા કોશિશ પણ કરતા નથી. રાવપુરા પોલીસે મુન્ના શેખ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રવિવારે ખોલી નંબર 9ના શૌચાલયની બારીમાં સંતાડેલો મોબાઇલ મળી આવ્યો હતો.

Gujarat