વડોદરાના વાસણામાં મકાન ભાડે રાખી દારૂનો ધંધો કરતા બે પરપ્રાંતીય પકડાયા
image : Freepik
વડોદરા,તા.2 ઓક્ટોબર 2023,સોમવાર
વડોદરાના વાસણા વિસ્તારમાં મકાન ભાડે રાખી દારૂનો ધંધો કરતા બે જણાને પોલીસે ઝડપી પાડી દારૂની બોટલોનો જથ્થો કબજે કર્યો હતો.
વાસણા ગામમાં ચોરા પાસે એક મકાન ભાડે રાખી દારૂનો ધંધો કરવામાં આવી રહ્યો હોવાની વિગતો મળતા ગઈ રાત્રે પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે પલંગ પર બેઠેલા રામરાજ લખન સૂરજભાન ગોહિલ મકદીનપુર (ધોલેરા,રાજસ્થાન) અને અમરજીત મહારાજસિંગ જાટ (હાથરસ,યુપી) ને ઝડપી પાડ્યા હતા.
પોલીસે મકાનમાં સર્ચ કરી રૂ.60 હજારની કિંમતના દારૂની 249 બોટલો મળી આવી હતી. પોલીસે રોકડા રૂપિયા બે હજાર, મોબાઈલ ટેબલેટ સહિતની મત્તા કબજે કરી હતી.