Get The App

ચંદ્રાલા પાસે સ્કૂટર પર બિયરના ટીન લઇ જતા બે શખ્શ પકડાયાં

Updated: Apr 23rd, 2024

GS TEAM


Google News
Google News
ચંદ્રાલા પાસે સ્કૂટર પર બિયરના ટીન લઇ જતા બે શખ્શ પકડાયાં 1 - image


હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન

વડાલીના માત્ર ૨૨ અને ૨૩ વર્ષના યુવાનોએ પોલીસે રોકાવાનો ઇશારો કરતાં જ સ્કૂટર ભગાવ્યું હતું

ગાંધીનગર :  ચૂંટણીના માહોલમાં બિયરની ડિમાન્ડ વધી છે. ત્યારે ચિલોડા હિંમતનગર હાઇવે પર ચંદ્રાલા નાકા પાસે વાહન ચેકિંગમાં ઉભેલી પોલીસે શંકાના આધારે સ્કુટરને રોકાવા ઇશારો કરતાં જ ચાલકે સ્કુટર ભગાવ્યુ હતું. તેનો પીછો કરીને પકડતાં સાબરકાંઠાના વડાલી તાલુકા વિસ્તારના માત્ર ૨૨ અને ૨૩ વર્ષના બે યુવાનો પાસેના થેલામાંથી બિયરના ૩૭ ટીન મળી આવ્યા હતાં. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ચિલોડા પોલીસ મથકના સુત્રોના જણાવવા પ્રમાણે ચૂંટણી દરમિયાન નશીલા પદાર્થોની હેરાફેરી પકડવા માટે હિંમતનગર હાઇવે પર ચંદ્રાલા નાકા પોઇન્ટ પર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યુ હતું. આ દરમિયાન સ્કુટર પર થેલા ટીંગાડીને નીકળેલા બે શખ્શોને રોકાવા માટે પોલીસે ઇશારો કરતાં જ ચાલકે સ્કુટર મારી મુક્યુ હતું. જેના પગલે પીછો કરીને આગળ જઇ તેને આંતરી લઇને થેલા તપાસવામાં આવતાં તેમાંથી રૃપિયા ૪,૪૪૦ની કિંમતના બિયરના ટીન મળી આવ્યા હતાં. જેના પગલે પોલીસે સ્કુટર ચાલક સાબરકાંઠાના વડાલી તાલુકાના મોતીનગર ગામના પિયુષ ઉર્ફે પંકજ મુળાભઆઇ અને વડાલી તાલુકાના જ બાબસર ગામના આબિદખાન સાદુરભાઇની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

Tags :