Get The App

વડોદરાના હરિનગર બ્રિજ પર ટ્રિપલ એક્સિડેન્ટ, પંડ્યા બ્રિજ પર ટ્રક ખોટકાઇઃ2 કિમીનો જામ

Updated: Nov 27th, 2024

GS TEAM

Google News
Google News
વડોદરાના હરિનગર બ્રિજ પર ટ્રિપલ એક્સિડેન્ટ, પંડ્યા બ્રિજ પર ટ્રક ખોટકાઇઃ2 કિમીનો જામ 1 - image

વડોદરાઃ વડોદરામાં આજે સવારે બે બ્રિજ પર ટ્રાફિક જામ થતાં પોલીસને સ્થિતિ સંભાળતાં નાકે દમ આવી ગયો હતો.

વડોદરામાં  બનેલા બ્રિજો ઉપર ટ્રાફિકની સમસ્યા હલ થવાનું નામ લેતી નથી.નવાબનેલા અટલ બ્રિજ પર વારંવાર અકસ્માતના બનાવો બનતા હોવાથી પોલીસની કામગીરીમાં વધારો થયો છે.તો બીજીબાજુ બીજા બ્રિજો પર પણ આવી રીતે ટ્રાફિક જામના વારંવાર બનાવો બની રહ્યા છે.જેને કારણે નોકરીયાતો,વેપારીઓ,વિદ્યાર્થીઓ સહિતના લોકોને હેરાન થવાનો વખત આવે છે.

આજે સવારે આવી જ રીતે ગોત્રી અને પંડ્યા બ્રિજ પર ટ્રાફિક જામ થતાં પોલીસને દોડધામ કરવી પડી હતી.

મળતી માહિતી મુજબ,હરિનગર બ્રિજ પર ત્રણ કાર વચ્ચે અકસ્માત થતાં બે કિમી સુધી ટ્રાફિક જામ થયો હતો.જ્યારે,પંડયા બ્રિજ પર રાતે ટ્રક બંધ પડી જતાં તેને કારણે સવારે ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી.

બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા અને તરત જ પોલીસ ટીમો મોકલી થોડી જ વારમાં સમસ્યા હલ કરી હતી.

Tags :