mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ડોલરમાં રોકાણ કરવાનું કહી 3.40 લાખની છેતરપિંડી કરનારા બે પકડાયા

Updated: Mar 6th, 2024

ડોલરમાં રોકાણ કરવાનું કહી 3.40 લાખની છેતરપિંડી કરનારા બે પકડાયા 1 - image


ભાડે બેંક એકાઉન્ટ રાખીને રૃપિયા જમા કરાવતા

સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા સુરત પહોંચીને ઝડપી લેવામાં આવ્યા : અન્ય બે આરોપીઓની શોધખોળ

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં ઓનલાઇન છેતરપિંડી વધી રહી છે ત્યારે માણસાના યુવાનને ડોલરમાં રોકાણ કરવાનું કહીને ૩.૪૦ લાખ રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી અને જે સંદર્ભે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સાયબર ક્રાઇમની ટીમ દ્વારા સુરતમાંથી બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. જેમણે બેન્ક એકાઉન્ટ ભાડે રાખીને રૃપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.

ડિજિટલના હાલના યુગમાં શિક્ષિત યુવાનોને પણ ભોળવીને સાયબર ગઠિયાઓ તેમની પાસેથી છેતરપિંડી કરવામાં સફળ થઈ રહ્યા છે ત્યારે ગાંધીનગર જિલ્લાના માણસાના યુવાનને ડોલરમાં રોકાણ કરવાનું કહી વધુ રકમ આપવાની લાલચ આપી ૩.૪૦ લાખ રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જેના પગલે આ યુવાને હજાર ડોલર ટ્રાન્સફર કરી દીધા હતા અને ત્યારબાદ આરોપીઓએ ડોલર મોકલ્યા ન હતા અને યુવાનને છેતરાયાનો અહેસાસ થયો હતો. જેથી આ સંદર્ભે માણસા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેના પગલે ગાંધીનગર સાયબર ક્રાઈમ સેલના પીઆઈ આર.એસ ડામોર અને ટીમ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવા માટે દોડધામ શરૃ કરવામાં આવી હતી અને જે અંતર્ગત તેમને બાતમી મળી હતી કે, આ છેતરપિંડીના રૃપિયા સુરત ખાતે આવેલા એક બેન્ક એકાઉન્ટમાં જમા થયા છે. જેના પગલે પોલીસ ત્યાં પહોંચી હતી અને બે યુવાનો અમિત ભોજરાજ આઈલાણી રહે, જહાંગીરપુરા સુરત અને સુરેન્દ્ર પ્રતાપ ચોટેલાલ રહે મણીનગર ડીંડોલી સુરતને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં બહાર આવ્યું હતું કે, અમિત દ્વારા બીજા કોઈ વ્યક્તિના લાઈટ બિલનો ઉપયોગ કરીને ચાર બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા અને ૨૦ હજારથી ભાડે રાખવામાં આવ્યા હતા. તો સુરેન્દ્રપ્રતાપ સામે અગાઉ મહારાષ્ટ્રમાં સાયબર ક્રાઇમ નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જેલમાં પણ રહી ચૂક્યો છે.

Gujarat