નવલખી ગેંગ રેપ કેસમાં ડોક્ટરની જુબાની પીડિતા સાથે બળજબરીથી શરીર સંબંધ બંધાયો હતો
કેસની ઝડપી ટ્રાયલ ચાલી રહી છે : આગામી સુનાવણી ૧૦મી તારીખે
વડોદરા,તા,ત7,ફેબ્રુઆરી,2020,શુક્રવાર
નવલખી ગેંગરેપ કેસમાં પીડિતાની મેડિકલ ચકાસણી કરનાર બે ડોક્ટરની આજે લંબાણપૂર્વકની જુબાની થઇ હતી બંન્ને ડોક્ટરોએ કેસને સમર્થન કરતા જુબાની આપી છે. આ કેસની આગામી મુદત ૧૦મી તારીખે રાખવામાં આવી છે. તે દિવસે આરોપીની મેડિકલ તપાસ કરનાર ડોક્ટરની યુબાની લેવાશે.
આ અંગેની વિગત એવી છે કે, ૨૮મી નવેમ્બરે નવલખી કંપાઉન્ડમાં બોયફ્રેન્ડ સાથે ગયેલી ૧૪ વર્ષની કિશોરીને ઉપાડી જઇ બે નરાધમો ઝાડીમાં ખેચી ગયા હતા બંન્ને નરાધમોએ કિશોરી પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં પકડાયેલા બે આરોપી કિશન કાળુભાઇ માયાસુરિયા અને જસો વનરાજભાઇ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. બંન્ને આરોપી વિરૃધ્ધ પોલીસે ૧૫૦ પાનાની ચાર્જસીટ કોર્ટમાં રજૂ કરી હતી અને ચાર્જફેન થયા પછી કેસની ટ્રાયલ શરૃ થઇ ગઇ છે.
આજરોજ હાથ ધરાયેલી કેસની ટ્રાયલ દરમિયાન પીડિતાની સારવાર કરનાર એમ.એસ.ઓ. ડો. એસ.એ.પઠાણ તેમજ ગાયનેક ડોક્ટર વાય.સી. પરમારની જુબાની સોશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટર પી.જે. ઠક્કર દ્વારા લેવામાં આવી હતી. બંન્ને ડોક્ટરે કેસને સમર્થન કરતી જુબાની આપી છે. પીડિતા સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધવામાં આવ્યો હોવાનું ડોક્ટરે જુબાનીમાં જણાવ્યું છે.
આ કેસની ટ્રાયલ ઝડપથી ચાલી રહી છે અને શનિ-રવિની બાદ આગામી ૧૦મી તારીખે કેસની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
જે દરમિયાન આરોપીની મેડિકલ તપાસ કરનાર સર્જરી વિભાગના ડોક્ટર કવિતા ભંડારીની જુબાની લેવામાં આવશે.