એમ.એસ.યુનિ.માં બે દિવસીય મેકર્સ ફેસ્ટનું આયોજન
દેશભરમાંથી આવેલા ૧૪૦ મેકર્સ વિવિધ વિષયો પર પોતાના પ્રોજેક્ટ રજૂ કરશે
ટેકનોલોજી ફેકલ્ટી ખાતે ૭૦ ટીમના ૫૦ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે
વડોદરા, તા.7 જાન્યુઆરી 2020, શુક્રવાર
એમ.એસ.યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીમાં તા.૧૮ અને ૧૯ જાન્યુ.બે દિવસીય મેકર્સ ફેસ્ટનું આયોજન કરાયું છે. જેમાં દેશભરના ૧૪૦ મેકર્સે ભાગ લીધો છે. સૌથી મોટી ઉંમરના ૪૦ વર્ષીય ખેડૂત છે જેણે ખેતી માટે ઉપયોગી મોડેલ રજૂ કર્યું છે.
વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોને પોતાના પ્રોજેક્ટ રજૂ કરવા એક મંચ મળે તે હેતુથી દર વર્ષે યુવાલય ્અને એમ.એસ.યુનિ.ના સંયુક્ત ઉપક્રમે ટેકનોલોજી ફેકલ્ટીમાં મેકર્સ ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે ટેકનોલોજી, શિક્ષણ, પર્યાવરણ, ગ્રામીણ, કૃષિ, હેલ્થકેર, આર્ટ અને પરફોર્મિંગ આર્ટના મેકર્સની ૭૦ ટીમ માટે ૫૦ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. ઈવેન્ટમાં પદ્મશ્રી એચ.એમ.મહેતા, આઈઆઈટી ગાંધીનગરથી મનિષ જૈન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે.