Get The App

હાઇવે પર ઉભેલા વાહનોમાંથી ચોરેલી 47 બેટરી સાથે બે પકડાયા

Updated: Nov 1st, 2024

GS TEAM

Google News
Google News
હાઇવે પર ઉભેલા વાહનોમાંથી ચોરેલી 47 બેટરી સાથે બે પકડાયા 1 - image

બોરસદમાંથી બે શખ્સ પકડાયા, પાંચ ફરાર 

૩ ગુનાના ભેદ ઉકેલાયા, બેટરીઓ, કાર,ડાલુ સહિત રૂપિયા ૬.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત

આણંદ: આણંદ જિલ્લા સહિત રાજયમાં બેટરી ચોરીના ગુનાઓ વધી રહ્યા છે.બોરસદમાંથી બેટરી ચોરતા એક શખ્સને ઝડપી પાડયો છે.આ શખ્સની પૂછપરછમાં અન્ય શખ્સનું નામ ખુલતા ઝડપી પાડયો હતો. હાઇવે પર ઉભેરાલ વાહનોમાંથી ચોરેલી ૪૭ બેટરી પોલીસે કબજે લીધી છે. પાંચ આરોપીઓ ફરાર છે. ત્રણ ગુનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. 

પોલીસે બાતરમી આધારે બરકતબેગ અબ્દુલસમદ મિરઝા (રહે. બોરસદ,ફતેપુર, હુશેની સોસાયટી, તા.બોરસદ) સોપારીવાળાની ખરી પાછળ આવેલા ભંગારના પીઠાની પાછળ ચોરી કરેલી બેટરીઓ વેચાણ રાખી સંતાડી રાખી છે. જેની બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે જુદી-જુદી કંપનીની ૪૭ બેટરીઓ મળી આવી હતી. 

આ બેટરીઓ કોણે આપી છે. તે બાબતે પૂછપરછ કરતા ખાલીદ અબ્દુલસલામ મુસાભાઇ હુરી( મૂળ રહે. ગોધરા, બ્ટુક પ્લોટ, સિગ્નલ ફળીયું, મહેબુબ મસ્જિદની સામેતા. તા. ગોધરા, હાલ રહે. લાલગેટ, સુરત) બેટરી આપી હોવાની કબુલાત કરી હતી. પોલીસે બંને આરોપીને પકડી પાડયા હતા. પોલીસે ૨.૬૨ લાખની ૪૭ બેટરીઓ, ચોરીના ઉપયોગ કરેલા બે વાહન સહિત ૬.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન, વાસદ પોલીસ સ્ટેશન અને કઠલાલ પોલીસ સ્ટેશનના નોંધાયેલા બેટરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. જયારે મુખ્ય આરોપી ખાલીદ અબ્દુલસલામ મુસા હુરી સામે ચરોતર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં અલગ અલગ દસ ગુનાનો નોંધાયા છે.

પકડવાના આરોપીઓ 

અફજલ ઉર્ફે કારો મહેબુબ ચાંદલીયા, શાહનવાઝ શેખ, ફુરકાન ઉર્ફે ચમેલી સીરાજ પટેલ, વાહીદ સીરાજ પટેલ, ખાલી ઉર્ફે ડોંગલી યાકુબ ચરખાત (તમામ રહે. ગોંધરા, જિ. પંચમહાલ) ૨