બોપલના ડ્રગ્સકાંડ : ક્રિપ્ટો કરન્સીથી દસ કરોડના આંતરરાષ્ટ્રીય વ્યવહારો થયા
બન્ને આરોપીઓના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
દેશ-વિદેશથી ડ્રગ્સ મંગાવી અહીં ઘણાં પેડલર્સ અને ગ્રાહકો ઉભા કરાયા હોવાની આશંકા : પોલીસની કોર્ટ સમક્ષ રજૂઆત
અમદાવાદ,
ગુરુવાર
સાઉથ બોપલ ડ્રગ્સકાંડના બન્ને આરોપી વંદિત પટેલ અને વિપલ ગોસ્વામીના
વધુ ત્રણ દિવસના રિમાન્ડ સ્પેશયલ કોર્ટે મંજૂર કર્યા છે. વધુ રિમાન્ડ માગતા સમયે પોલીસે
રજૂઆત કરી હતી કે આરોપીઓ ક્રિપ્ટો કરન્સી દ્વારા દસ કરોડ રૃપિયાના આંતરરાષ્ટ્રીય વ્યવહારો
કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત દેશ-વિદેશની ડ્રગ્સ મંગાવી અહીં ઘણાં
પેડલર્સ અને ગ્રાહકો ઉભા કરાયા હોવાની આશંકા છે. તેથી આરોપીઓની પોલીસ કસ્ટડીમાં વધુ
હાજરી જરૃરી છે.
સાઉથ બોપલમમાંથી બહાર આવેલા ડ્રગ્સકાંડના બન્ને આરોપીઓ વંદિત
ભરતભાઇ પટેલ અને વિપલ સંજયગીરી ગોસ્વામીના રિમાન્ડ આજે પૂર્ણ થતા તેમને ફરી આજે ગ્રામ્ય
કોર્ટની સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ તરફથી મુખ્ય સરકારી
વકીલ પ્રવીણ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે આરોપી વંદિત પફહોમડિવલીવરીડોટકોમ વેબસાઇટના
માધ્યમથી ડ્રગ્સના ૩૦ પાર્સલ મંગાવ્યા હતા. જેમાંથી ત્રણ પાર્સલ રિસીવ થયા છે અને બાકીના
પાર્સલ વિશે જાણકારી મેળવવા આરોપીઓને પોલીસ કસ્ટડીમાં વધુ હાજરી જરૃરી છે.
વંદિત પટેલને અન્ય કેટલાંક શખ્સોએ પણ મદદગારી કરી હોવાનું
તપાસમાં બહાર આવ્યું છે. જેથી આ લોકોના સાચા નામ-સરનામા મેળવી ગુનાના મૂળ સુધી
પહોંચવું જરૃરી છે. આરોપીએ ગત વર્ષોમાં દેશ-વિદેશથી ડ્રગ્સ મંગાવી અહીં ઘણાં
પેડલર્સ અને ગ્રાહકો ઉભા કર્યા હોવાનું અત્યાર સુધીની તપાસ પરથી લાગી રહ્યું છે.
તેમણે ક્રિપ્ટો કરન્સી દ્વારા દસ કરોડના આંતરરાષ્ટ્રીય નાણાવ્યહરા કર્યા છે. તેથી
આ ગુના સાથે સંકળાલે સંપૂર્ણ નેટવર્કને બહાર લાવવા આરોપીઓને પોલીસ કસ્ટડીમાં વધુ
હાજરી જરૃરી છે.