Get The App

નીલ ગાયને બચાવવા જતાં ટ્રક પલટી ખાધી : પાંચ પશુના મોત

- આખાડોલ પાટીયા પાસે અકસ્માત સર્જાયો

- ટ્રકના ચાલકે શોર્ટ બ્રેક મારતા ત્રણ ગાય અને બે વાછરડાના મોત : ચાલક સામે ગુનો

Updated: Dec 6th, 2021

GS TEAM

Google News
Google News
નીલ ગાયને બચાવવા જતાં ટ્રક પલટી ખાધી : પાંચ પશુના મોત 1 - image

નડિયાદ

નડિયાદ-પેટલાદ રોડ પર આવેલ આખડોલ પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં નીલ ગાયને બચાવવા ટ્રકના ચાલકે શોર્ટબ્રેક મારતા ટ્રક પલ્ટી ખાઇ હતી. જેથી ટ્રકમાં રહેલ ત્રણ ગાયો અને બે બચ્ચાના મોત નિપજયા હતા.

મૂળ રાજસ્થાનના અંગે ધર્મજ ચોકડી પર રાજસ્થાનથી ગાયો લાવી વેપાર કરે છે.ગત મોડી રાતે ધર્મજ ચોકડી પર રહેતા શીસ્પાલભાઇ બારોટે જૈમીનભાઇ રબારીને ફોન કરી કહેલ કે રાજસ્થાનથી ગાયો ભરીને આવતી ટ્રકનો આખડોલ સિમમાં અકસ્માત થયો હતો. જેથી બંને વ્યક્તિઓ બનાવ સ્થળે પહોચ્યા હતા અને બનાવ સ્થળે હાજર ટ્રકના ડ્રાઇવરને અકસ્માત અંગે પૂછપરછ કરતા તેણે જણાવેલ આખડોલ સિમમાંથી ટ્રક પસાર થઇ રહ્યો હતો તે સમયે નિલગાયોનુ ટોળુ અચાનક પસાર થતા ટ્રકને શોર્ટ બ્રેક મારી હતી. જેના કારણે ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી. આ બનાવમાં ટ્રકમાં ભરેલ કુલ નવ ગાયોમાથી ત્રણ ગાયો અને બે બચ્ચા કિ.રૃા.૫૧,૦૦૦ સ્થળ પર મૃત્યુ નિપજયા હતા. આ બનાવ અંગે જૈમીનભાઇ મધુભાઇ રબારીએ નડિયાદ રૃરલ પોલીસ મથકે ટ્રકના ચાલક રઘુવીર વ્રજલાલ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે નડિયાદ રૃરલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.