Get The App

વડોદરા જિલ્લા પુર નિયંત્રણ કક્ષનો લેન્ડલાઈન નંબર વારંવાર ચાલુ-બંધ થતા પરેશાની

Updated: Jul 17th, 2023

GS TEAM

Google News
Google News
વડોદરા જિલ્લા પુર નિયંત્રણ કક્ષનો લેન્ડલાઈન નંબર વારંવાર ચાલુ-બંધ થતા પરેશાની 1 - image

image : Freepik

વડોદરા,તા.17 જુલાઈ 2023,સોમવાર

વડોદરા જિલ્લા કલેકટર હસ્તકના પુર નિયંત્રણ કક્ષના લેન્ડલાઈન ટેલિફોન નંબર છેલ્લા કેટલાક સમયથી ચાલુ બંધ થતો રહે છે તેથી કર્મચારીઓ અને લોકોને મુશ્કેલી પડી રહી છે.

ચોમાસાની ઋતુમાં કલેકટર કચેરીના પુર નિયંત્રણ કક્ષના ફોન સતત પ્રજા માટે જરૂરી હોય છે સીઝનમાં ગમે ત્યારે પૂરની પરિસ્થિતિ સર્જાય કે પછી ઉપરવાસમાંથી છોડાતા પાણીના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા હોય છે ત્યારે સાવચેતીના પગલા રૂપે જે તે વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવે છે આવા સમયે સ્થાનિક પ્રજાજનો માટે પુર નિયંત્રણ કક્ષનો ટેલીફોન અત્યંત મદદરૂપ થતો હોય છે પરિણામે જાનમાલ અને પશુને બચાવી શકાય છે.

આવા કપરા સમયમાં  જિલ્લા પુર નિયંત્રણ  જિલ્લા પૂર નિયંત્રણ તંત્ર ડાયરેક્ટ કલેક્ટર કચેરીના નેજા હેઠળ  આવે છે. આમ છતાં આવો અત્યંત ઉપયોગી અને જરૂરી ગણાતો બીએસએનએલનો લેન્ડલાઈન ટેલીફોન નંબર 0265-2427592  સવારે સતત ચાલુ-બંધ રહેતો હોવાથી પ્રજાજનો ફરિયાદ કે માહિતી મેળવી શકતા નથી.વરસાદના પુર અને ઉપરવાસથી છોડાતા પાણી અંગે પ્રજાજનોને કોઈ માહિતી આ બાબતે મળી શકતી નથી.


Tags :