Get The App

વડોદરામાં બ્રિજ પર રાતે 10 ફૂટનો મગર આવી જતાં ફફડાટ, ટ્રાફિક જામ થયો, નાસભાગ મચી

Updated: Sep 6th, 2024

GS TEAM


Google News
Google News
વડોદરામાં બ્રિજ પર રાતે 10 ફૂટનો મગર આવી જતાં ફફડાટ, ટ્રાફિક જામ થયો, નાસભાગ મચી 1 - image


વડોદરાઃ કાલાઘોડા બ્રિજ પર રાતે બહાર આવી ગયેલા મગરે ટ્રાફિક જામ કરી દીધો હતો. મગરનું રેસ્ક્યૂ કરીને ફોરેસ્ટની ઓફિસે લઇ જવાયો હતો.

વડોદરામાં વારંવાર મગરો બહાર આવી જવાના કિસ્સાઓ બની રહ્યા છે.હવે તો મગરો રહેણાંક વિસ્તાર તેમજ જાહેર માર્ગો પર પણ દેખાઇ રહ્યા છે.

આવી જ રીતે લગભગ 10 ફૂટનો મગર રાતે વિશ્વામિત્રી નદીમાંથી બહાર નીકળી કાલાઘોડા બ્રિજ પર આવી જતાં લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.વાહન ચાલકોમાં પણ નાસભાગ મચી હતી.

બનાવને પગલે ફોરેસ્ટ ની ટીમ દોડી આવી હતી અને જીવદયા કાર્યકરોની મદદ લઇ અડધો કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યૂ કર્યું હતું.આ દરમિયાન લોકો ઉમટી પડતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો.

Tags :