દાળ પાતળી કેમ બની તેમ કહી દારૃડિયા પતિએ છુટ્ટી થાળી મારતાં પત્ની લોહીલુહાણ
વડોદરા,તા.22 ડિસેમ્બર,2020,મંગળવાર
ગોરવા વિસ્તારની એક પરિણીતા ઉપર સાસરીયાઓએ અત્યાચાર ગુજારતાં તેણે પતિ અને સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે.
પરણિતાએ કહ્યું છે કે,આઠ વર્ષ પહેલાં મહેશ વાઘેલા સાથે લગ્ન થયા બાદ એક પુત્રનો જન્મ થયો હતો.હું નોકરી પરથી મોડી આવું ત્યારે સાસુ-સસરાની કાન ભંભેરણીથી પતિ ઝઘડો કરતો હતો. પુત્રના જન્મ બાદ અત્યાચાર વધી ગયો હતો.
એક વાર જમવા બેઠી ત્યારે દાળ પાતળી કેમ બનાવી તેમ કહી પતિએ છુટ્ટી થાળી મારતાં મને કાનમાં ઇજા થઇ હતી અને ખૂબ લોહી નીકળ્યું હતું.આજે પણ તેનું નિશાન છે.પતિ દારૃ પીતો હોવાથી તેની ફરિયાદ કરૃં તો સાસુ-સસરા મારૃં સાંભળતા નહતા અને મારા દિકરાને કાંઇ કહેવાનું નહીં તેવો જવાબ આપતા હતા.પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.