Get The App

સુપર નેશનલ હાઇવે પર મુસાફરી મોંધી બની

વાસદ ટોલ પ્લાઝા પર કાર સહિત તમામ વાહનોનાં દરોમાં વધારો

Updated: Apr 1st, 2021

GS TEAM

Google News
Google News
સુપર નેશનલ હાઇવે પર મુસાફરી મોંધી બની 1 - image

વડોદરા : વડોદરાથી અમદાવાદ તરફ જવા માટે જૂના નેશનલ હાઇવે તેમજ નવા નેશનલ હાઇવે ૪૮  જે  હવે સુપર નેશનલ હાઇવે તરીકે ઓળખાય છે તેના પર મુસાફરી ફરી એક વખત મોંઘી બની છે.

વાસદ ટોલ પ્લાઝા પર કાર, જીપ, વાનના દરમાં રૃા.૫ સહિત અન્ય વાહનોના દરોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આમ વડોદરાથી  નડિયાદની આગળ વાત્રજ નદી પાસે રઘવાણજ ટોલ પ્લાઝા સુધી હવે વધારાની રકમ ચૂકવવી પડશે. હવે તમામ દરો માત્ર ફાસ્ટેગ દ્વારા જ ચૂકવવાના રહેશે. રઘવાણજ ટોલ પ્લાઝાથી અમદાવાદ જવા માટે વાહનચાલકોએ નેશનલ હાઇવે ઓથોરિટિ દ્વારા નક્કી કરાયેલા દરો વધારાના ચૂકવવા પડશે.

 જો કે ટોલ પ્લાઝાથી ૨૦ કિલોમીટરની અંદર રહેતી વ્યક્તિ જેમણે પોતાના વાહનનું રજિસ્ટ્રેેશન બિનધંધાકીય વાહન તરીકે કર્યુ છે તેમણે ે પ્રતિ મહિનાના  રૃા.૨૪૫ આપવા પડશે.

સુપર નેશનલ હાઇવે : વાસદ પ્લાઝા પર ટોલના નવા દરો

વાહન     જુના દર નવા દર   રિટર્ન દર

કાર,જીપ, વાન       ૧૨૫          ૧૩૦    ૧૯૫

મીનીબસ               ૧૯૫        ૨૦૦            ૩૦૦

બસ, ટ્રક               ૪૦૦       ૪૧૦            ૬૧૫

૩ એક્સલ વાહન     ૪૩૫      ૪૫૦           ૬૭૫

૪થી ૬ એક્સલ       ૬૧૦       ૬૩૦            ૯૪૫