વડોદરા, તા. 28 જાન્યુઆરી 2020, મંગળવાર
એમ.એસ.યુનિ.નો ૬૮મો પદવીદાન સમારોહ તા.૨૯ જાન્યુઆરીના રોજ યુનિવર્સિટી હેડ ઓફિસ પાછળ આવેલા કોન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે બપોરે ત્રણ વાગ્યે યોજાશે.
પદવીદાન સમારોહમાં ૧૪ ફેકલ્ટીના ૧૨૦૪૨ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે.જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૪૮૫૯ જ્યારે વિદ્યાર્થિનીઓની સંખ્યા ૭૧૮૩ છે. ઉપરાંત તમામ ફેકલ્ટીમાંથી ૧૬૫ વિદ્યાર્થીઓને ૨૮૦ ગોલ્ડ મેડલ મળશે. જેમાં ૧૦૫ વિદ્યાર્થી અને ૧૭૫ વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓને સૌથી વધુ ૨૯ જ્યારે સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થિનીઓને સૌથી વધુ ૨૮ ગોલ્ડ મેડલ મળશે. ૬૮માં પદવીદાન સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન પ્રો ડી.પી.સિંહ ઉપરાંત ચાન્સેલર શુભાંગિનીરાજે ગાયકવાડ, વાઈસ ચાન્સેલર વગેરે ઉપસ્થિત રહેશે.


