Get The App

અમદાવાદમાં કોમી ઐક્યના અડીખમ પ્રતીક વસંત-રજબની આજે 75મી પૂણ્યતિથિ

Updated: Jun 30th, 2021

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં કોમી ઐક્યના અડીખમ પ્રતીક વસંત-રજબની આજે 75મી પૂણ્યતિથિ 1 - image


- 1946માં નિર્દોષ લોકો માટે જાન ન્યોછાવર કરનારા અને

- 1 જુલાઈએ રથયાત્રામાં થયેલાં કોમી તોફાનો વખતે હિંસક ટોળાને સમજાવવા જતાં શહીદ થયા હતા

અમદાવાદ : અમદાવાદમાં કોમી એકતા માટે જાનની આહૂતિ આપી દેનારા બે વીર વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી લાખાણી શહાદતની આવતીકાલે પહેલી જુલાઈએ ૭૫મી પૂણ્યતિથિ છે. 

૧ જુલાઈ,૧૯૪૬ને રોજ અમદાવાદમાં રથયાત્રા પ્રસંગે કોમી રમખાણ ફાટી નીકળ્યું. બંને ભાઈબંધો સવારથી જ દોડાદોડી કરતા હતા અને સાંજના જમાલપુરમાંધમાલના સમાચાર સાંભળી કોઈની પણ રાહ જોયા વિના નીકળી પડયા. જમાલપુરમાંઉશ્કેરાટથી ભાન ભૂલેલા હિંસક ટોળાંને શાંત કરવા માટે વસંતરાવહેગિષ્ટે અને રજબઅલીલાખાણીએ અનેક વિનવણીઓ અને સમજાવટના પ્રયાસો કર્યા પછી ' જાનથી મારવા જ હોય તો પહેલાં અમને મારી નાખો...' એવો ખૂલ્લો પડકાર કર્યો. એ પછી હિંસક ટોળાંએ શાંત થવાને બદલે આવેશમાં આવીને સાચે જ એ બંનેને પથ્થર, ચાકુ અને ખંજરના ઘા ઝીંકીને જાનથી મારી નાખ્યા. વસંતરાવ અને રજબઅલીએ હિંસા અટકાવવા માટે, પોતાની જાતને બચાવવાને બદલે લોકોના જીવ બચાવવાઅડીખમ ઊભા રહી પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. 

એ સમાચાર બીજી જુલાઈએગાંધીજીનેપૂણેમાં મળ્યા. બાપુએ પ્રાર્થનાસભા પછી અમદાવાદના રમખાણો વિશે પોતાનું દુથખ પ્રગટ કર્યું હતું અને જણાવ્યું, 'ગણેશ શંકર વિદ્યાર્થી, વસંતરાવ ને રજબઅલી જેવા અનેક યુવાનો નીકળી પડે તો રમખાણો હંમેશને માટે નાબૂદ થાય.દ  સરદાર વલ્લભભાઈ પટેલ તો વસંતરાવનેબાલ્યાવસ્થાથી ઓળખતા હતા. સરદારની હાકલ પર પોતાના યુવા સાથીઓ સાથે તત્પર રહેતા વસંતરાવ તો ૧૯૩૧માં સરદાર કરાંચી કોંગ્રેસના પ્રમુખ થયા ત્યારે અમદાવાદથી સાઇકલ લઈને કરાંચી ગયા હતા. સરદાર વસંત-રજબનાઆત્મબલિદાનથી ખૂબ જ વ્યથિત થયા હતા અને અનેક પ્રસંગોએ તેમની વીરતાનાદ્રષ્ટાંત આપ્યા હતા. એમ ઇતિહાસ-સંશોધક ડો. રિઝવાન કાદરીએ નોંધ્યુ છે.

વીરપુરુષોનાઆત્મબલિદાનછ મહિનાપછી ૧૭ ડિસેમ્બર,૧૯૪૬ના રોજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ એમના વ્યક્તિત્વને દીપાતા સંસ્મરણો તેમના સાથીઓ, મિત્રો, વડીલો,પરિજનો, આગેવાનો વગેરે પાસેથી મેળવીને એકગ્રંથનુ ંસંપાદન કર્યું - 'વસંતરજબસ્મારકગ્રં'. આગ્રંથ ઝવેરચંદ મેઘાણીના જીવન અંતિમ સંભારણું હતું. 

૧૯૪૬માં જે કામ બ્રિટિશ પોલીસને કરવાનું હતું - લોકોની જાનમાલની રક્ષા કરવાનું, શાંતિ-સલામતી સ્થાપવાનું તે કામ 'વસંત-રજબ' પોતાના પ્રાણની આહુતિ આપીને કર્યું. હવે અમદાવાદ શહેર પોલીસે બંને શહીદોની મિત્રતા અને આત્મબલિદાનનું ણ ચૂકવવાનું નક્કી કર્યું. 'ગાયકવાડ હવેલી'ના ઐતિહાસિક પરિસરમાં તા. ૧ જુલાઈ, ૧૯૪૬ની યાદને તાજું કરતું એક મેમારિઅલ (સ્મારક)નું નિર્માણ 'વોચટાવર'માં કરવામાં આવ્યું. દેશમાં આ પ્રથમ પ્રકારનું મેમારિઅલ છે, પરંતુ દોસ્તી અને માણસાઈના દર્શન કરાવતું આ મેમારિઅલ જોયા પછી તમને 'માણસ' પર ભરોસો કરવાનું મન થશે. 

Tags :