જરોદ,તા.21.ડિસેમ્બર,2021
વાઘોડિયા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી તા. ૨૧ ના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી.
વાઘોડિયા તાલુકા સેવાસદન ખાતે સવારથી મતગણતરી શરૃ થઈ હતી.પ્રથમ નવ ગ્રામ પંચાયતની મત ગણતરી શરૃ કરવામાં આવી હતી.નવ જેટલા હોલમાં મતગણતરી કરવાની પ્રક્રિયા શરૃ થઈ ગઈ હતી.
જેમાં બાકરોલ જૂથ ગ્રામપંચાયતની મતગણતરી દરમિયાન સરપંચનાં બંને ઉમેદવારના મત સરખા નીકળતા ટાઈ પડી હતી.તેમાં શૈલેશ ભાઈ રમેશભાઈ રાઠોડિયા અને કનુંભાઈ અરવિંદ ભાઈ નાયકા બંને ઉમેદવારોની ચીઠ્ઠી ઉછાળતા તેમાં કનુ ભાઇ અરવિંદ ભાઈ નાયકાનું નામ ચીઠ્ઠીમાં નીકળતા સરપંચ તરીકે વિજેતા જાહેર કર્યા હતા.
એવુ કહેવાતુ હોય છે કે, એક એક મતની કિંમત હોય છે અને આ વાત બાકરોલ ગામના સરપંચની ચૂટંણી માટે સાચી પડી હતી.ચૂંટણીમાં ટાઈ થતા આખરે ચીઠ્ઠી ઉછાળીને સરપંચ પદનો ફેંસલો કરવાની ફરજ પડી હતી.


