વડોદરા નજીક સાંઢા ગામે મકાનની દિવાલ ધરાશાયી થતાં ત્રણ દબાયા
વડોદરા, તા. 17 ઓગસ્ટ 2020, સોમવાર
વડોદરામાં વરસાદની તોફાની બેટિંગ ના કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે એવા સમયે ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલીઓ વધી છે.
વડોદરા નજીક પાદરા તાલુકાના સાંઢા ગામે ગઈરાતે મકાનની દીવાલ ધરાશાયી થવાનો બનાવ બનતા ગ્રામજનો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. મકાન તૂટવાના કારણે મધુબેન ગોહિલ (ઉં.વ.) ૫૨ તેમજ તેની સાથે અંજના (ઉ.વ. 22) અને ત્રણ વર્ષીય બાળકી દબાયા હતા.
ત્રણેને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હોવાનું સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું છે.