Updated: May 26th, 2023
image : Freepik
- મંજુસરની બે કંપનીમાંથી ચોરી કરનાર ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે ત્રણ આરોપીને વોન્ટેડ દર્શાવી તેઓની શોધ ખોળ હાથ ધરી છે
વડોદરા,તા.26 મે 2023,શુક્રવાર
મંજુસર જીઆઇડીસીમાં અલીન્દ્રા ગામની સીમમાં આવેલ ટેડીટ પેકિંગ એન્ડ ગાસ્કેટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ગત 17 મી મેના રોજ 1.60 લાખની ચોરી થઈ હતી જે અંગે મંજુસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. દરમિયાન મંજુસર પોલીસે મળેલી બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલા આરોપી યોગેશ અરવિંદભાઈ પરમાર રહેવાસી મોટા પુરા ગામ તાલુકો સાવલીને ઝડપી પાડ્યો છે. જ્યારે તેના સાગરીતો રમેશ રાઠોડ તથા અક્ષય રાઠોડની શોધખોળ હાથ ધરી છે.
મંજુસર ગામ લાંબાપુરા રોડ પર આવેલી ઓલ કેમ લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના હાઉસમાંથી અલગ અલગ સાઈઝના ફ્રેન્ચ તથા વાલ કુલ 1012 નંગ કિંમત રૂપિયા 24.24 લાખના ચોરી થઈ ગયા હતા. જે અંગે હિતેશ પટેલે મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગુનામાં સ્થળેથી મળેલા કિરણભાઈના નામના કાપડના આધારે પોલીસે તપાસ હાથ ધરતા આરોપી કિરીટ રાજુભાઈ સોલંકી રહેવાસી લુણા તાલુકો પાદરા તથા મહેન્દ્રસિંહ ગણપતસિંહ પરમાર રહેવાસી જુના શિહોરા તાલુકો ડેસરની ઝડપી પાડ્યા હતા જ્યારે રવિ ઉર્ફે ભૈરવ ચૌહાણને વોન્ટેડ જાહેર કર્યો છે.