યુવતીનું નકલી ફેસબુક આઇડી બનાવી કોલગર્લ લખતા ઢગલાબંધ ફોન આવ્યા
૩ ધોરણ ભણેલો વિકૃત માનસિકતા ઘરાવતો જામનગરનો યુવક ઝડપાયો
ઓઢવની સીએનો અભ્યાસ કરતી યુવતીના વોટેસએપનો ફોટો લઇ નકલી ફેસબુક આઇડી પર મૂક્યો
અમદાવાદ,મંગળવાર
સોશિયલ મિડિયાનો સદ્ઉપયોગની સાથે સાથે દૂર ઉપયોગ વધારે થઇ રહ્યો છે, વિકૃત માનસિક ધરાવતા લોકો ટેકનોલોજીનો ખોટો ઉપયોગ કરીને ફેક ફેસબુક આઇડી બનાવીને બિભત્સ ફોટા મૂકીને યુવતીઓને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. ઓઢવ રહેતી સીએનો અભ્યાસ કરતી યુવતીના નામનું નકલી ફેસબુક આઇડી બનાવ્યા બાદ વોટેસએપ પરનો ફોટો તથા યુવતી અને તેની માતાનો મોબાઇલ નંબર મૂકીને કોલગર્લ લખતાં માતા અને પુત્રી પર લોકોના ઢગલાબંધ ફોન આવ્યા હતા. આ બનાવ અંગે યુવતીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી, જેથી પોલીસે ફેક ફેસબુક આઇડી બનાવીને યુવતીને બદનામ કરનારા વિકૃત માનસિકતા ધરાવતા જામનગરના યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઓઢવની સીએનો અભ્યાસ કરતી યુવતીના વોટેસએપનો ફોટો લઇ નકલી ફેસબુક આઇડી પર મૂક્યો ઃ માતા -પુત્રીનો મોબાઇલ નંબર મૂકી નીચે માય વોટેસ એપ નંબર લખ્યું, મેં અકેલી હંૂ, કેંેસી લગ રહી હૂં, મુઝે દોસ્તી કરના ચાહોગે, મેં રાતે કો ૧૧ બજે કોલ કરુંગી
આ કેસની વિગત એવી છે કે ઓઢવ વિસ્તારમાં રહેતી અને સીએનો અભ્યાસ કરતી ૧૯ વર્ષીય યુવતીએ સાઇબર ક્રાઇમમાં ગઇકાલે ફરિયાદ નોધાવી હતી કે સપ્ટેમ્બર માસમાં સવારે ફરિયાદી યુવતીના ફોઇના દિકરાએ ફોન કરીને જાણ કરી કે ફેસબુક પર ફોટા મૂકીને મોેબાઇલ નંબર કેમ વાયરલ કર્યા છે, આ વાત સાંભળીને ફરિયાદી યુવતી ચોકી ઉઠી હતી અને માતાના મોબાઇલથી ફેસબુકમાં ચેક કરતા ફરિયાદીના વોટેસ એપ સ્ટેટસમાં મુકેલો ફોટો ફેસબુકમાં મુકેલો હતો અને તે ફોટાનો ઉપયોગ કરીને અજાણ્યા શખ્સે નકલી બનાવેલા ફેસબુક આઇડી પર ફરિયાદી યુવતી અને તેેની માતાનો મોબાઇલ નંબર અપલોડ કર્યો હતો. ફેસબુક સર્ચ કરતાં ફેસબુકમાં બીજી પણ એક કોઇક યુવકની ફેસબુક પ્રોફાઇલ હતી.
જે ફોટા વાઇરલ કર્યા હતા, તેમાં નીચે હિદી ભાષામાં નકલી ફેસબુક આઇડી પર લખ્યું હતું કે નીચે માય વોટેસ એપ નંબર લખ્યું, મેં અકેલી હંૂ, કેંેસી લગ રહી હૂં, મુઝે દોસ્તી કરના ચાહોગે, મેં રાતે કો ૧૧ બજે કોલ કરુંગી જેને લઇને જોત જોતામા ફરિયાદી યુવતી અને તેની માતાના મોબાઇલ નંબર ઉપર ઢગલાબંધ લોકોના ફોન આવવાના શરુ થયા હતા. જેમાં લોકો બિભત્સ ભાષામાં અજુગતી માંગણી કરતા જેેથી પરિવારની આબરુ તથા બદમાની થતી હતી આખરે કંટાળીને યુવતીએ સાઇબર ક્રાઇમમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોધાવી હતી જેને લઇને સાઇબર ક્રાઇમે ફેક ફેસબુક આઇડીનું ટેકનીકલ એનાલીસીસ કરીને તપાસ હાથ ધરી હતી અને જામગરમાં સાઇકલ સ્ટોર સામે ઉદ્યોગ નગર પાસે કાપડીયાવાસ શેરી નંબર-૨માં રહેતા જીતેશ રાણાભાઇ દેવસીભાઇ ચૌહાણ (પરમાર)ની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં માત્ર ૩ ધોરણ સુધીનો અભ્યાસ કરેલા યુવકે વિકૃત આનંદ મેળવવા માટે આ કૃત્ય આચર્યું હોવાનું બહાર આવ્યું છે.