અમદાવાદ, શનિવાર
સરદારનગર ખાતે રહેતા પરિવારના વૃદ્ધા હોસ્પિટલ ખાતે દાખલ હતા તથા તેમનો પરિવાર પણ ત્યાંજ હતો, તે સમયે કોઈ અજાણ્યા શખ્સે તેમના ઘરના તાળા તોડી કુલ રૂપિયા ૧.૫૦ લાખની ચોરી કરી હતી. જે અંગે એરપોર્ટ પોલીસે ચોરીનો ગુનો નોંધી કેમેરા ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સરદારનગરની
સિંધી કોલોની ખાતે રહેતા જીતેન્દ્રભાઈ રાજેશભાઈ ખૂબચંદાણી સુરત ખાતે ખાનગી
કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. છેલ્લા દસ દિવસથી તેમના દાદીને સાલ
હોસ્પિટલ ખાતે દાખલ કરેલ હોવાથી તેઓ પણ પોતાના પરિવાર સાથે તે હોસ્પિટલ ખાતે જ રહે
છે. ત્યાર ૯ ડિસેમ્બરના રોજ તેમના ઘરમાં લગાવેલ નોશન સેન્સર કેમેરા દ્વારા તેમને
જાણ થઈ કે કોઈ અજાણ્યો શખ્સ તેમના
ઘરમાં આવ્યો છે. તે માહિતી મળતા તેઓ તુરંત
જ પોતાના ઘરે આવ્યા હતા. ઘરે પરત આવી તપાસ કરતા તેમને માલૂમ પડ્યું કે ઘરના મુખ્ય
દરવાજાનું તાળું તૂટેલું હતું તથા તેમના
બેડરૂમમાં રહેલી તિજોરીમાંથી રોકડ રૂપિયા અને સોનાના દાગીના સહિત કુલ
રૂપિયા એક લાખ પચાસ હજારનો મુદ્દામાલ તેમાંથી ગાયબ
હતો. આ અંગે તેમણે એરપોર્ટ પોલીસ
સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે.


