વડોદરામાં રાજમહેલ રોડની શિવમ રેસીડેન્સીમાં તસ્કરોનો તરખાટ

વડોદરા,તા.25 નવેમ્બર 2022,શુક્રવાર

વડોદરા શહેરના રાજમહેલ રોડ ઉપર આવેલી શિવમ રેસીડેન્સીમાં બંધ મકાનનો લાભ ઉઠાવી ત્રાટકેલ તસ્કરો સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમ સહિત 1.97 લાખની મત્તા ચોરી ફરાર થઈ જતા ફરિયાદના આધારે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, શહેરના રાજમહેલ રોડ પર આવેલી શિવમ રેસીડેન્સીમાં રહેતા મૌલિક પટેલ ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. તેઓ નોકરી પર ગયા હોય અને પત્ની પિયરમાં જતા બંધ મકાનનો લાભ ઉઠાવી ત્રાટકેલ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશેલ તસ્કરો સામાન વેર વિખેર કરી તિજોરી તથા કબાટમાંથી સોના ચાંદીના રૂપિયા 1.75 લાખની કિંમત ધરાવતા દાગીના  અને રોકડ રૂપિયા ૨૨ હજાર મળી કુલ રૂ.૧.૯૭ લાખની  મત્તા ચોરી ગયાનું બહાર આવ્યું હતું.


City News

Sports

RECENT NEWS