બરાનપુરા ભાટવાડાના ભરચક વિસ્તારમાં મકાનમાંથી ચોરી
સોસાયટી વિસ્તારમાં ત્રાટકેલી ચોર ટોળકી હવે શહેરી વિસ્તારમાં સક્રિય
વડોદરા,તા,20,જાન્યુઆરી,2020,સોમવાર
બરાનપુરા ભાટવાડાના ભરચક વિસ્તારમાં આવેલ બંધ મકાનના તાળા તોડીને ચોરટોળકી રોકડા રૃપિયા લઇ ગઇ હતી. જે અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે.
શહેરના સોસાયટી વિસ્તારોમાં ત્રાટકેલી ચોરટોળકીની હિંમત હવે વધી ગઇ છે અને સોસાયટી વિસ્તારમાંથી હવે શહેરી વિસ્તારમાં પણ સક્રિય થઇ ગઇ છે. બરાનપુરા ભાટવાડામાં રહેતા અમિત પ્રદિપભાઇ ગોટીકરની બાવરી કુંભારવાડામાં આકાર ફલેક્સીબલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરી છે. ગત ૧૮મી તારીખ બપોરે ત્રણ વાગ્યે અમિત ગોટીકર મકાન બંધ કરીને પરિવાર સાથે અમદાવાદ લગ્નપ્રસંગમાં ગયા હતા. તે દરમિયાન ચોરટોળકી મકાનનું તાળુ તોડીને રોકડા પાંચ હજાર રૃપિયા ચોરી ગઇ હતી.
લગ્નપ્રસંગમાંથી ઘરે પરત આવ્યા પછી અમિત ગોટીકરે ચોરી સંદર્ભે ફરિયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.