Get The App

છૂટાછેડા લેનાર મહિલાને લગ્નનો ભરોસો આપી શારીરિક સંબંધ બાંધી યુવકે તરછોડી દીધી

અન્ય યુવતી સાથે લગ્ન કરી લેનાર યુવક સામે ફરિયાદ

Updated: Sep 8th, 2024

GS TEAM


Google News
Google News
છૂટાછેડા લેનાર મહિલાને લગ્નનો ભરોસો આપી શારીરિક સંબંધ બાંધી યુવકે તરછોડી દીધી 1 - image

વડોદરા,છૂટાછેડા લેનાર મહિલાને લગ્નનું વચન આપી અવાર - નવાર શારીરિક સંબંધ બાંધનાર યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કરી વિધવાને તરછોડી દીધી હતી. જે અંગે જે.પી.રોડ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી ૩૬ વર્ષની મહિલાએ જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,હું મારા માતા - પિતા સાથે રહું છું.મેં મારા  પતિ સાથે છૂટાછેડા લઇ મારા  પિતાના ઘરે રહું છું. મારા ઘરની સામેની સોસાયટીમાં અવાર - નવાર આવતા તુફેલ અબ્દુલજબ્બાર બંજારા (રહે. આરઝુ બંગ્લોઝ,તાંદલજા) આવતા હોઇ વર્ષ - ૨૦૧૮ માં તેની સાથે મારી ઓળખાણ થઇ હતી. તે અવાર - નવાર મને મેસેજ કરતો હોઇ અમારી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. મેં તેને છૂટાછેડા તથા મારા દીકરા બાબતે વાત કરી હતી. તુફેલે મને કહ્યું હતું કે, મેં તુમસે પ્યાર કરતા હું, મેરે ઘરવાલો કે સાથ બાત કરકે તેરે સાથ શાદી કર લુંગા. તે મને તેના નાના ( દાદા) ઇર્શાદભાઇના ઘરે લઇ જતો હતો અને મને લગ્નનો ભરોસો આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેણે અવાર - નવાર મારી સાથે સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ વર્ષ - ૨૦૨૨ માં તુફેલે અન્ય સાથે લગ્ન કરી લીધા હતા. મેં તેને કહેતા જણાવ્યું હતું કે, મેરે ઘરવાલોને જબરજસ્તી શાદી કરવાઇ હે. મેં થોડે દિન બાદ તેરે સાથ શાદી કરને વાલા હું. ઓક્ટોબર - ૨૦૨૩ માં તુફેલે મને કહ્યું હતું કે, મેને મેરી વાઇફ કો ઘર સે નિકાલ દીયા  હે. મેં તેરે સાથ શાદી કરનેવાલા હું. માર્ચ - ૨૦૨૪ માં તે મને મુજમહુડા ખાતે એક હોટલમાં લઇ ગયો હતો અને મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો બીજે દિવસે તુફેલે મને ફોન કરીને સંબંધ રાખવાની ના પાડી ફોન બંધ કરી દીધો હતો.


Tags :