Get The App

પ્રેમી પાસે જવાની ના પાડતા વટવાની પ્રેમિકાના એકાંતપળોના વિડિયો સગાને વાયરલ કર્યા

મહિલાને ૧૫ વર્ષ પછી મહારાષ્ટ્રના યુવક સાથે પ્રેમ કરવાનું ભારે પડયું

મોબાઇલ પ્રેમીના ઘરે ભૂલી જતા પ્રેમીએ તેના ફોનથી વિડિયો અપલોડ કર્યા

Updated: May 5th, 2024

GS TEAM


Google News
Google News
પ્રેમી પાસે જવાની ના પાડતા વટવાની પ્રેમિકાના એકાંતપળોના  વિડિયો સગાને વાયરલ કર્યા 1 - image

અમદાવાદ, રવિવાર 

 વટવામાં રહેતી મહિલા પિયરમાં આવ્યા બાદ મહેસાણા સાસરીમાં જવાના બદલે પ્રેમીના ઘરે મહારાષ્ટ્ર પહોંચી ગઈ હતી અને ત્યાં પાંચ દિવસ રોકાઈ પણ હતી, પરિવારજનો કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુમની ફરિયાદ કરતા મહિલા મહારાષ્ટ્ર હોવાનો ભાંડો ફૂટયો હતો. એટલું જ નહી પ્રેમીએ તેના ઘરે પરત આવવાની વાત કરી તો મહિલાએ ત્યાં જવાની ના પાડી હતી બીજીતરફ મહિલાનો મોબાઇલ પ્રેમી પાસે રહી ગયો હોવાથી પ્રેમીએ પ્રેમિકા સાથેના પ્રેમ સંબંધના જૂના વિડીયો વાયરલ કરી દેતા ચકચાર મચી જવા પામી છે.

સાસરીના બદલે પ્રેમીના ઘરે જતા માતાએ ગુમની ફરિયાદ કરી, પોલીસે પકડી મોબાઇલ પ્રેમીના ઘરે ભૂલી જતા  પ્રેમીએ તેના ફોનથી વિડિયો અપલોડ કર્યા

વટવા વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં મહારાષ્ટ્ર અકોલા ખાતે રહેતા તેને પ્રેમી સામે  ફરિયાદ નોંધાવી છે કે ૧૫ વર્ષ પહેલા મહિલાની માતા અને પિતા વચ્ચે અણ બનાવ બનતાં તે માતા સાથે તેના મામાના ઘરે વટવામાં રહેતી હતી આ સમયે પડોશમાં રહેતા મહારાષ્ટ્રના યુવક સાથે પ્રેમ સંબંધ થયો હતો. ત્યારબાદ મહિલાના લગ્ન મહેસાણા ખાતે થયા હતા. ગત એપ્રિલ માસમાં મહિલા પિયર ખાતે વટવા આવી હતી આ સમયે પ્રેમીએ ફોન કરીને કહ્યું કે તું સાસરીમાં જાય ત્યારે મને ફોેન કરજે હું તને મહારાષ્ટ્ર આવવા માટે મારા મિત્રને તારી પાસે મોકલીશ જેથી મહિલાએ પ્રેમીને ફોેન કરતાં પ્રેેમીના મિત્રએ મહિલાને ટ્રેનમાં બેસાડી હતી જેથી મહિલા ગીતામંદિરથી બારોબાર મહારાષ્ટ્ર પ્રેમીના ઘરે પહોંચી ગઈ હતી.

બીજીતરફ મહિલાના પરિવારજનોએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી મહિલાને અટક કરી હતી.બીજી તરફ પ્રેમીએ ધમકી આપી કે તું મારી સાથે નહી આવે તો તારા મારા સાથેના વિડિયો વાયરલ કરીશ પ્રેમીએ તેની પાસે જવાની ના પાડી હતી જો કે મહિલાનો મોબાઇલ પ્રેમી પાસે રહી જતા પ્રેમીએ તેના ફોન ઉપરથી ૧૫ વર્ષ જુના પ્રેમ સંબંધના ફોટા વાયરલ કર્યા હતા. આ બનાવ અંગે વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :