વિકાસના નામે સત્તા મેળવી પરંતુ વડોદરા તાલુકા પંચાયત આજે પણ ભાડાના મકાનમાં ચાલે છે
વડોદરાઃ વડોદરા જિલ્લામાં વિકાસના નામે મત લેનારા ભાજપના સત્તાધીશો હજી વડોદરા તાલુકા પંચાયતની પોતાની કચેરી પણ બનાવી શક્યા નથી.
વડોદરા તાલુકા પંચાયતની કચેરી ભદ્રકચેરી ખાતે ચાલતી હતી.પરંતુ આ કચેરી જર્જરિત થતાં નર્મદા ભવન ખાતે ઓફિસ લઇ જવામાં આવી હતી અને હવે વડોદરા જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ ફ્લોરમાં ભાડેથી કચેરી ચાલુ કરાઇ છે.
વળી હજી સુધી વડોદરા તાલુકા પંચાયત પાસે પોતાનો સભાખંડ પણ નથી.જેથી દરવખતે જુદા જુદા વિભાગો પાસે સભાખંડો માંગવા પડે છે.વડોદરા તાલુકાં પંચાયતના નવા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે પહેલીવાર કારેલીબાગની ગ્રામ વિકાસ એજન્સીનો સભાખંડ રાખવામાં આવ્યો છે.