Get The App

29 અને 30 તારીખે બહાર નીકળવાનું ટાળજો, હવામાન વિભાગે આપી ભારેથી અતિભારે વરસાદની આગાહી

Updated: Aug 28th, 2020

GS TEAM

Google News
Google News
29 અને 30 તારીખે બહાર નીકળવાનું ટાળજો, હવામાન વિભાગે આપી ભારેથી અતિભારે વરસાદની આગાહી 1 - image

અમદાવાદ, તા.28 ઓગસ્ટ 2020, શુક્રવાર

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 29 અને 30 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. 

જેમાં 29 ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે 30 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયા વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી આગામી 29 અને 30 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. વેલમાર્ક લૉ પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં ફરી વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે.


Tags :