Get The App

અમરનાથ યાત્રા શરૂ થાય તે પૂર્વે હિમશિવલિંગ અડધુ પીગળી ગયું

- બમ બમ ભોલે..નાં નાદ સાથે શ્રાવણ માસથી યાત્રાનો પ્રારંભ

- યાત્રાની તારીખ અંગે તંત્રના વિલંબથી ભાવિકોમાં રોષ, કોરોના વચ્ચે સોૈરાષ્ટ્રમાંથી કેટલાક શ્રધ્ધાળુઓ રવાના

Updated: Jul 20th, 2020

GS TEAM

Google News
Google News
અમરનાથ યાત્રા શરૂ થાય તે પૂર્વે હિમશિવલિંગ અડધુ પીગળી ગયું 1 - image


અમદાવાદ, તા. 19 જુલાઇ, 2020, રવિવાર

બમ બમ ભોલે..ના નાદ સાથે પવિત્ર શ્રાવણ માસનાં આરંભથી જ અમરનાથ યાત્રા પણ શરૂ થઈ રહી છે.દક્ષિણ કાશ્મીરમાં બરફનાં પહાડો વચ્ચે 3880 મીટરની ઉંચાઈએ આવેલી પવિત્ર અમરનાથની ગુફાનાં દર્શન કરવા દેશભરમાંથી દર વર્ષે લાખો શ્રધૃધાળુઓ જતા હોય છે પરંતુ આ વર્ષે કોરોનાને કારણે યાત્રાનું શેડયુલ બદલવામાં આવ્યુ છે.

તા. ર1 મીથી યાત્રા શરૂ થઈ રહી છે  એ પૂર્વે જ  હિમ શિવલીંગ લગભગ અર્ધુ પીગળી ગયુ હોય શિવભકતોમાં ચિંતાની સાથે સૃથાનિક પ્રશાસનનાં યાત્રા શરૂ કરવાનાં નિર્ણયનાં વિલંબ સામે રોષ જોવા મળી રહયો છે. 

અમરનાથ યાત્રાનું વર્ષ  ર0ર0નું અગાઉ શેડયુલ તા. ર3 જૂનથી તા. 3 ઓગસ્ટ સુધીનું જાહેર કરવામાં આવ્યુ હતુ. માર્ચ મહિનાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થવાની તૈયારીમાં હતુ ત્યારે જ દેશમાં કોરોના મહામારીનો પંજો ફેલાતા અમરનાથ યાત્રાનાં શેડયુલ શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે ચેન્જ કર્યા હતા. હવે  તા. ર1 થી 3 ઓગસ્ટ રક્ષાબંધન સુધી કેટલીક શરતો સાથે માત્ર પંદર દિવસની  યાત્રા યોજાશે. 

સામાન્ય રીતે જૂનનાં અંતમાં અમરનાથ યાત્રાનો આરંભ થતો હોય છે ત્યારે પવિત્ર ગુફામાં વીસથી બાવીસ ફૂટ સુધીની હિમ શિવલીંગનાં દર્શન થતા હોય છે પરંતુ આ વખતે યાત્રા મંગળવારથી શરૂ થઈ રહી છે એ પહેલા જ હિમશિવલીંગ લગભગ આૃર્ધી ઓગળી ગઈ છે અને પાતળી જોવા મળી રહી છે.

અગાઉ પણ શિવલીંગ વહેલી પીગળી જતા ગુફાની નજીકનું હેલીપેડ દૂર લઈ જવામાં આવ્યુ હતુ. સામાન્ય રીતે દર્શન માટેની ભીડ વધે તો ઝડપથી શિવલીંગ પીગળતુ હોય છે પરંતુ આ વર્ષે હજુ તો યાત્રા શરૂ જ થઈ નથી. 

અમરનાથ ગુફામાં  જમ્મુ - કાશ્મીર વહીવટી તંત્રનાં ઉચ્ચ અિધકારીઓની હાજરીમાં યાત્રા શરૂ થાય તે પહેલા તો પ જુલાઈએ પ્રથમ આરતી - પૂજા  કરવામાં આવી હતી. પ્રથમ વાર  સવાર - સાંજની  આરતી ઓનલાઈન થઈ રહી છે ઘેર બેઠા ભાવિકો દર્શન કરી રહયા છે. શિવભકતો માં હિમશિવલીંગ આૃર્ધી જોવા મળી રહી છે તેને લઈને ચિંતા જોવા મળી રહી છે.

સૃથાનિક પ્રશાસને ે યાત્રા શરૂ કરવામાં ખુબ વિલંબ કરતા શિવલીંગ ઓગળી ગઈ હોવાનો રોષ કેટલાક ભાવિકો ઠાલવી રહયા છે. કોરોના સંકટનાં કારણે યાત્રાનો પહેલગામ રૂટ બંધ કરવામાં આવ્યો છે એક માત્ર બાલતાલનો રૂટ ખોલવામાં આવ્યો છે અને રોજ માત્ર પ00 યાત્રિકોને જ દર્શનની છૂટ આપવામાં આવી છે અને ઘોડા - ખચ્ચર મારફત કોઈ યાત્રાળુ જઈ નહી શકે હેલીકોપ્ટરથી ગુફા સુધી જવુ પડશે. 

સોૈરાષ્ટ્રમાંથી અમરનાથ યાત્રા શરૂ થવાના બે - ત્રણ દિવસ પહેલા હજારો યાત્રાળુઓ જતા હોય છે પણ આ વર્ષે કોરોનાને કારણે અને ટ્રેન બંધ છે ફલાઈટનાં શેડયુલ પણ નકકી ન હોવાથી જૂજ લોકો જઈ રહયા છે. જામનગરથી પાંચેક લોકોનું એક ગુ્રપ રવાના થયુ છે. રાજકોટથી કેટલાક યાત્રાળુઓ કાર લઈને રવાના થયા છે તેઓ દિલ્હી આૃથવા જમ્મુ સુધી જશે તેવુ આયોજન કર્યુ છે.

Tags :