Get The App

તારો કપડા ચેન્જ કરતો વીડિયો વાયરલ કરી દઈશ.. તેમ કહી સેકસ રેકેટના કૌભાંડીએ બળાત્કાર ગુજાર્યો

Updated: Nov 26th, 2020

GS TEAM

Google News
Google News
તારો કપડા ચેન્જ કરતો વીડિયો વાયરલ કરી દઈશ.. તેમ કહી સેકસ રેકેટના કૌભાંડીએ બળાત્કાર ગુજાર્યો 1 - image

વડોદરા, તા. 26 નવેમ્બર 2020, ગુરૂવાર

વડોદરાના અકોટા વિસ્તારમાં વર્ચ્યુઅલ સેક્સ રેકેટ ચલાવનાર માસ્ટર માઇન્ડ નિલેશ ગુપ્તાએ તેની જ ઓફિસમાં કામ કરતી એક યુવતી ને બ્લેકમેલ કરી બળાત્કાર ગુજાર્યોહોવાની વધુ એક ફરિયાદ નોંધાઈ છે.

દોઢ વર્ષ પહેલાં બનેલા બનાવ અંગે પીડિતાએ જણાવ્યું છે કે, નિલેશ ગુપ્તા વિડીયો શુટ કરવાના બહાને મારી સાથે શારીરિક છેડછાડ કરતો હતો જેથી મેં તેનો વિરોધ કર્યો હતો. આ વખતે નીલેશે મને એવી ધમકી આપી હતી કે,તું જ્યારે કપડા બદલતી હતી ત્યારે વિડિયો ઉતારી લીધો છે અને જો તું મારું કહ્યું નહીં કરે તો આ વિડીયો મારે વાયરલ કરવો પડશે. ત્યારબાદ તેણે મારી મરજી વિરુદ્ધ મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

અકોટા ની હાર્દિક ચેમ્બર અને શ્રી રેસિડન્સીમાં રેય ડિઝાઇન આર્કિટેક ની ઓફિસ ની આડ માં સેકસ રેકેટ ચલાવનાર નિલેશ ગુપ્તા ના કરતૂતો ખુલ્લા પાડતા પીડિતાએ એવી પણ માહિતી પોલીસને આપી હતી કે, નિલેશ ગુપ્તાએ મારી સાથે આચરેલા દુષ્કર્મ નો પણ વિડિયો ઉતારી લીધો હોવાની મને જાણ કરી હતી અને તેણે દુષ્કર્મનો વીડિયો પોર્ન સાઇટ પર વાયરલ કરવાની ધમકી આપી બે થી ત્રણ વાર દુષ્કર્મ આચર્યું હતું.

ઉપરોક્ત ફરિયાદના આધારે ગોત્રી પોલીસે વર્ચ્યુઅલ સેક્સ રેકેટના માસ્ટર માઇન્ડ નિલેશ ગુપ્તા સામે બળાત્કારનો ગુનો નોંધી ટ્રાન્સફર વોરંટ મેળવવાની અને જેલમાંથી ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.