દિપ કા ઘર નજદિક હૈ,નહીં ભેજા તો બિદાય કે પહેલે બેટે કી અર્થી ઉઠેગી..ખંડણીખોર દિપના બીજા પત્રએ તેને ફસાવી દીધો
તા.૧૮ કો પૈસા દિપ કે ઘર રખ દૈના..દિપ મુજે રાત દસ બજે પહુંચા દેગા
વડોદરા,તા.20 ફેબ્રુઆરી,2019,બુધવાર
ખંડણીખોરે તા.૧૩મીએ સવારે મોકલેલા પત્ર બાદ ચાર દિવસ શાંતિ રાખી હતી.તા.૧૮મી એ સવારે તેણે ફેક્ટરી માલિકના માસીને ત્યાં પત્ર મોકલ્યો હતો.જેના કવર પર લખ્યું હતું કે,સબ કામ છોડ કે યે લેટર આપકી બહેન કો દેના હૈ.આ પત્ર જ દિપ સુધી પોલીસને લઇ ગયો હતો.દિપે પોતાના લેપટોપ પરથી લખેલા બીજા પત્રના અંશ આ મુજબ છે.
- તુને બેટે કા ફોટો રખા સબ કુછ બોલા વૈસા કિયા..બસ પુલિસ કો સાથ લે આયા.મુઝે પકડને કા જાલ બિછાયા.અબ બેટેકો બચાનેકા આખરી મૌકા દેતા હું.ગલતી મત કરના.
- અબકી બાર ચાલાકી કી તો સમજ લે ખેલ ખતમ.એક બઢિયા સા ખેલ ખેલતે હૈ..મઝા આયેગા..યે મેરા લાસ્ટ વોર્નિંગ હૈ.અબ તુજે ફોટો રખને કી જરૃર નહીં.કુછ નયા કરતે હૈ.
- તા.૧૮ કો તેરે મામા કી લડકી કી શાદી હૈ...ચૌંકના મત.તેરી સારી ખબર હૈ મેરે પાસ.તેરે બનેવી ઓર પુલિસ કી બાતમેં મત આના.વરના શાદી કી બિદાય સે પહેલે તેરે બેટે કી અર્થી ઉઠેગી.
- ઇસબાર તુ ઓર તેરે જીજા શાદી એન્જોય કીજીએ.પૈસે દેને કીસી ઔર કો બુલાતે હૈ.તેરી બાકી કી દો માસી કે એક એક લડકે હૈ ના (દિપ એન્ડ નૈશાલ) ઉનમેં સે કીસી એક કો તુ ભેજના.પૈસે લેને મેં ખુદ આઉંગા.
- તા.૧૮ કો તુ શાદી એન્જોય કર.રાત ૧૦ બજે લાલબાગ બ્રિજ કે નીચે સ્ટેટ બેન્ક કે સામને પૈસે ભેજના (મેપ આપ્યો છે) .પૈસા દિપ કે ઘર દે દેના.વોહ ૯.૩૦ બજે નીકલેગા.