લાલબાગ પાણીની ટાંકીને તોડી પાડવાની કામગીરીના પગલે રસ્તો બંધ કરાયો
વડોદરા કોર્પોરેશનના પાણી-પુરવઠા શાખા દ્વારા શહેરના ઉત્તર ઝોન વિસ્તારમાં આવેલ હયાત લાલબાગ પાણીની ઊંચી ટાંકી જર્જરીત હોઇ સદર હયાત જર્જરીત જુની ટાંકીને ઉતારવાની કામગીરી કેટરપીલર મશીન/ કોંક્રિટ ક્રશર મશીન દ્વારા શરૂ કરવામાં આવી છે. ટાંકીને સંપૂર્ણ તોડી પાડવામાં અંદાજે પખવાડિયા જેટલો સમય લાગી શકે છે. કામગીરીને કારણે તથા નાગરિકોની સલામતીને ધ્યાને લઇ સદર રસ્તો કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી કાશી વિશ્વનાથ મંદિરથી લાલબાગ બ્રીજ જતા ડાબી બાજુનો સર્વિસ રોડ લાલબાગ ટાંકી ખાતે આવેલ ટ્રાન્સફોર્મર રૂમના ગેટ સુધી બંધ કરી દેવાશે. તેના વિકલ્પ સ્વરૂપે ટ્રાન્સફોર્મર રૂમની સામે બ્રીજની નીચેથી જમણી તરફ સર્વિસ રોડ ડાયવર્ટ કરવામાં આવશે. જે જાણમાં લઇ સદર વિસ્તારના નાગરીકોને અવર-જવર માટે આજુબાજુનો વૈલ્પીક રસ્તો ઉપયોગમાં લેવાનો રહેશે.