Get The App

સફાઈનો પ્રશ્ન પેચીદો બન્યો બોપલ-ઘુમામાં સફાઈ વ્યવસ્થા ઝડપી બનાવવા મ્યુનિ.તંત્રને સુચન કરાયું

વારસાઈમાં રાખવામાં આવેલા કામદારોને આ વિસ્તારમાં ફરજ સોંપાશે

Updated: Mar 24th, 2022

GS TEAM

Google News
Google News
સફાઈનો પ્રશ્ન પેચીદો બન્યો બોપલ-ઘુમામાં સફાઈ વ્યવસ્થા ઝડપી બનાવવા મ્યુનિ.તંત્રને સુચન કરાયું 1 - image

     

  અમદાવાદ,ગુરુવાર,24 માર્ચ,2022

અમદાવાદ મ્યુનિ.માં નવા સમાવવામાં આવેલા બોપલ-ઘુમા વિસ્તારમાં સફાઈનો પ્રશ્ન પેચીદો બનતા સફાઈ વ્યવસ્થા ઝડપી બનાવવા સ્ટેન્ડીંગ કમિટીની મળેલી બેઠકમાં મ્યુનિ.તંત્રને સુચન કરાયુ હતું.વારસાઈમાં જેમને નવી નિમણૂંક આપવાની થાય તેવા કામદારોને આ વિસ્તારમાં ફરજ સોંપાશે.

સ્ટેન્ડીંગ કમિટીની બેઠક બાદ ચેરમેન હિતેષ બારોટે પ્રતિક્રીયા આપતા કહ્યુ,બોપલ -ઘુમા વિસ્તારમાં સફાઈ કામદારોનાના પ્રશ્નનો નિકાલ ના આવતા હાલમાં મશીનથી સફાઈ કરવામાં આવી રહી છે.આ વિસ્તારમાં ડોર ટુ ડોર કલેકશન માટે મુકવામાં આવેલા કોન્ટ્રાકટરના વાહન ઉપર મુકવામાં આવેલા કર્મચારીઓ નિયમિત વેસ્ટ કલેકશન માટે જતા ના હોવાની ફરીયાદોનું  પ્રમાણ વધતા મ્યુનિ.તંત્રને સફાઈ કામગીરી વ્યવસ્થાને વધુ ઝડપી બનાવવા સુચન કરવામાં આવ્યું છે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેરના જે વોર્ડમાં શકય હોય તેવા દરેક વોર્ડમાં ૭૫ જેટલા વૃક્ષ વાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.જે વોર્ડમાં મોટી જગ્યા હશે તે સ્થળે વડનું વૃક્ષ વાવવામાં આવશે.