Get The App

આર્ડોર ગ્રુપ ઑફ કંપનીની રૂા. 204 કરોડની મિલકતને ટાંચ લગાવાઈ

- એસ.જી. હાઈવે પર આવેલી ઓફિસ એટેચ કરાઈ

- આંબલીમાં પાંચ, ગોકુલધામમાં 17, સેટેલાઇટમાં એક રહેણાંક પ્લોટ, બોડકદેવમાં ચાર દુકાનો ટાંચમાં

Updated: Jul 14th, 2020

GS TEAM

Google News
Google News
આર્ડોર ગ્રુપ ઑફ કંપનીની રૂા. 204 કરોડની મિલકતને ટાંચ લગાવાઈ 1 - image


(પીટીઆઇ) અમદાવાદ, તા. 13 જુલાઇ, 2020, સોમવાર

ગુજરાતના અમદાવાદ સ્થિત આર્ડોર ગુ્રપ ઑફ કંપનીઝની રૂા.204 કરોડની મિલકતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સત્તાવાળાઓએ ટાંચ લગાવી છે. કથિત બૅન્ક ફ્રોડ સાથે સંકળાયેલી આ  ગુ્રપની કંપનીઓએ મની લૉન્ડરિંગ પણ મોટા પ્રમાણમાં કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કચેરીએ આર્ડોર ગુ્રપની અમદાવાદના થલતેજ વિસ્તારમાં એસ.જી.હાઈવેને અડીને આવેલી  કોમર્શિયલ ઑફિસ એટેચ કરી છે. આ જ રીતે આંબલીમાં આવેલા 5 અને ગોકુલધામમાં આવેલા 17 નિવાસી પ્લોટ તથા બોડકદેવમાં આવેલી 4 દુકાનોને પણ ટાંચ લગાવી છે.

તદુપરાંત એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ઑફિસો તથા સુરતમાં આવેલી નોન એગ્રીકલ્ચર લેન્ડ પર પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સત્તાવાળાઓએ ટાંચ લગાવી છે. આર્ડોર ગુ્રપની કંપનીઓના ડિરેક્ટર્સમાં ભરત શાહ, ગીતા શાહ અને ફેનિલ શાહનો સમાવેશ થાય છે. 

પ્રીવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટની જોગવાઈ હેઠળ આર્ડોર ગુ્રપની મિલકતોને ટાંચમાં લેવાનો ઓર્ડર કરવામાં આવ્યો તે પછી અમદાવાદ અને સુરત ખાતેની તેની મિલકતોને ટાંચ લગાડવાની કાર્યાવાહી કરવામાં આવી છે. તેમની એટેચ કરવામાં આવેલી મિલકતોની કુલ કિંમત રૂા. 204.27 કરોડ થતી હોવાનો અંદાજ છે.

આર્ડોર ગુ્રપે ગુનાઈત પ્રવૃત્તિ કરીને મેળવેલા નાણાંનો ઉપયોગ કરીને આ મિલકતો વસાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આર્ડોર ગુ્રપની કંપનીઓના ડિરેક્ટરોએ મળીને બૅન્ક ઑફ ઇન્ડિયાના વડપણ હેઠળના બૅન્કોના કોન્સોર્ટિયમ સાથે રૂા.480 કરોડની છેતરપિંડી પણ કરી છે.

આર્ડોર ગુ્રપની કંપનીઓ સામે તપાસ કરીને સીબીઆઈએ તેમની સામે એફઆઈઆર ફાઈલ કરી હતી. આ એફઆઈઆરની વિગતોને આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રીવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ હેઠળ આર્ડોર ગુ્રપની કંપનીઓ અને તેના ડિરેક્ટર્સ સામે તપાસ ચાલુ કરી છે.

સીબીઆઈની એફઆઈઆરમાં જણાવવામાં આવ્યુ ંછે કે કંપનીના ડિરેક્ટરોએ બૅન્કના ન ઝડપાયેલા અધિકારીઓ સાથેની મિલીભગતમાં ફ્રોડ આચર્યો છે. તેને પરિણામે બૅન્કોને રૂા.488 કરોડનું નુકસાન ભોગવવું પડયું છે. આર્ડોર ગુ્રપની કંપનીઓ આર્ડોર ઇન્ટરનેશનલ લિમિટેડ, અગ્લોબર પ્રાઈવેટ લિમિટેડ અને કૅમ એજ પ્રાઈવેલ લિમટિડમાં ફંડ ફેરવવાની કામગીરી કરી છે.

કોન્સોર્ટિયમે આપેલી ક્રેડિટની રકમમાંનું મોટું ફંડ તેમાં ફેરવ્યું છે. તેમણે ફંડને ડાયવર્ટ કરવા ઉપરાંત તેનો દુરૂપયોગ પણ કર્યો છે. ગુ્રપ કંપનીઓની મિલકતો મોર્ટગેજ મૂકીને તના પર વધુને વધુ ક્રેડિટ મેળવી હતી. તેમણે આ ક્રેડિટ મેળવવા માટે બૅન્કો સમક્ષ ખોટા નાણાંકીય સ્ટેટમેન્ટ ્ને હિસાબો રજૂ કર્યા હતા. પરિણામે બૅન્ક પાસેથી મેળવેલું ધિરાણ એનપીએ થયું હતું.

Tags :