અમદાવાદ,શુક્રવાર,25 ફેબ્રુ,2022
દેશની સરહદ ઉપર સીમાડા સાચવતા ભારતીય લશ્કરના જવાનના
પરિવારને અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરીથી બે વર્ષથી ઘરનું ઘર છીનવાઈ જતા
પારાવાર વેદના વ્યકત કરી રહ્યુ છે.અમદાવાદ મ્યુનિ.અને મેટ્રો રેલ પ્રોજેકટ વચ્ચે
સંકલનના અભાવે આ પરિવાર સહાય મેળવવા માટે વિવિધ કચેરીઓના ધકકા ખાવા મજબૂર બની ગયો
છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી બોર્ડ બેઠકમાં ગોમતીપુરના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખે ઝીરો અવર્સમાં રજુઆત કરતા કહ્યુ,ગોમતીપુર વોર્ડમાં મેટ્રો રેલની કામગીરીથી ભારતીય સેનામાં ફરજ બજાવતા સંજય તિવારી નામના જવાનના પરિવારનું ઘરનું ઘર અને દુકાન છીનવાઈ ગઈ છે એ સૌ માટે ખુબ શરમજનક બાબત છે.૩૧ ડીસેમ્બર-૨૦૨૦ના રોજ અમદાવાદ પૂર્વમાં મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી શરુ કરવામાં આવી એ સમયે હાલમાં પૂણે ખાતે ભારતીય સેનાના જવાન તરીકે ફરજ બજાવતા સંજય તિવારી નામના જવાનનુ ઘર અને દુકાન બંને મેટ્રો રેલ પ્રોજેકટ માટે સંપાદિત કરી લેવામાં આવ્યા હતા.હાલમાં આ પરિવારનું ઘર અને દુકાન છીનવાઈ ગયા છે.બે વર્ષથી આ જવાનના સ્વજનો મેટ્રો સહિતની વિવિધ કચેરીઓમાં સહાય મેળવવા ધકકા ખાઈ રહ્યા છે.એમના સ્વજનોની ચપ્પલ ઘસાઈ ગઈ છે છતાં સહાય મળતી નથી.


