મૃત્યુનો સત્તાવાર આંક 92 પણ કોવિડ ડેડ બૉડી વાનમાં 136ને લઇ જવાયા
- અમદાવાદમાં તા. 1 થી 16 જુલાઇ દરમિયાન કોરોનાથી
- મહામારીથી થતા મૃત્યુનો સાચો આંકડો જાહેર નહીં કરવાની રમત : લોકો સાચું ચિત્ર જાણી શકતા નથી
અમદાવાદ, તા.17 જુલાઇ, 2020, શુક્રવાર
અમદાવાદમાં મ્યુનિ.દ્વારા છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ અને મોતની સંખ્યા સતત ઘટી રહી હોવાનું બતાવવામાં આવી રહ્યું છે.બીજી તરફ પહેલી જુલાઈથી સોળમી જુલાઈ સુધીમાં અમદાવાદમાં તંત્રે કુલ મોત 92 બતાવ્યા છે જેની સામે માત્ર કોરોનાથી જે લોકોના મોત થયા છે અને મ્યુનિ.દ્વારા એની કોવિડ પ્રોટોકોલ મુજબ સત્તાવાર રીતે અંતિમ વિધિ સંપન્ન કરાવવામાં આવી છે એની સંખ્યા કુલ મળીને 126 હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
મળતી માહીતી અનુસાર,મ્યુનિ.દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સતત એવુ બતાવવાના પ્રયાસ થઈ રહ્યા છે કે,અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા અને મોતની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.
બીજી તરફ અમદાવાદ શહેરમાં મ્યુનિ.દ્વારા 210થી પણ વધુ એરીયાને કોરોનાના કેસની સંખ્યા વધતા માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ ગંભીર પરિસ્થિતિની વચ્ેે મ્યુનિ.દ્વારા અગાઉ આપવામાં આવતી કેસ,નામ,વિસ્તાર અને થયેલા મોતની સંખ્યા જેવી તમામ વિગતો છુપાવવાની રમત શરૂ કરવામાં આવી છે.
પહેલી જુલાઈથી સોળમી જુલાઈ સુધીમાં અમદાવાદ શહેરમાં માત્ર કોરોનાને કારણે થયેલા મોતની સંખ્યા માત્ર 92 જાહેર કરવામાં આવી છે.બીજી તરફ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા માત્ર કોવિડના ડેડબોડી માટે જે શબવાહીની ફાળવવામાં આવી છે તેના રેકોર્ડ મુજબ આ આંકડો 136નો થાય છે.
આમ શહેરમાં ખરેખર સોળ દિવસમાં કોરોનાથી થયેલા મોતની સામે 44 લોકો જેમના કોરોનાથી મોત થયા છે એમની વિગત છુપાવવામાં આવી છે.આ અંગે મ્યુનિ.તંત્રમાં બેઠેલા તમામ સંબંધિત અધિકારીઓ મૌન ધારણ કરી બેઠા છે.
ખરેખર જાહેર આરોગ્યના હીતમાં મ્યુનિ.એ જે વિગત લોકો સાવચેત રહે એ છુપાવાના પેંતરા શરૂ કર્યા છે આ બાબત કેટલા અંશે યોગ્ય છે એવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે.શહેરીજનોને વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ કરવાને બદલે અધિકારીઓ ઉંધા ચશ્મા પહેરાવે છે.સામે શાસકપક્ષના હોદ્દેદારો પણ મૌન સેવી રહ્યા છે.
મોતના આંકમાં કયાં-કેટલો તફાવત?
તારીખ |
જાહેર કરાયા |
નોંધાયેલા મોત |
1 |
08 |
17 |
2 |
07 |
10 |
3 |
10 |
07 |
4 |
09 |
07 |
5 |
08 |
07 |
6 |
07 |
06 |
7 |
07 |
03 |
8 |
05 |
05 |
9 |
05 |
12 |
10 |
05 |
05 |
11 |
04 |
04 |
12 |
04 |
14 |
13 |
03 |
06 |
14 |
03 |
09 |
15 |
02 |
12 |
16 |
05 |
12 |