વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૨૯૨ થઇ
ચોવીસ કલાકમાં નવા ૪૦ પોઝિટિવ કેસ નોંધાયા
વડોદરાવડોદરામાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨૯૨ છે.જ્યારે ચોવીસ કલાક દરમિયાન કોરોનાના નવા ૪૦ કેસ નોંધાયા છે.
કોરોનાના વધતા જતા કેસના પગલે કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ - અલગ વિસ્તારમાં રહેતા ૫૦૧ લોકોના સેમ્પલ કોરોના ટેસ્ટ માટે લેવાયા હતા.જે પૈકી ૨૮ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.પોઝિટિવ આવેલા કેસ તાંદલજા, બિલ, સુભાનપુરા, અકોટા, ગોત્રી, દિવાળીપુરા, સમા, ફતેગંજ, એકતાનગર, નવાયાર્ડ, તરસાલી, મકરપુરા, ગાજરાવાડી, બાપોદ અને રામદેવનગરમાં નોંધાયા છે.શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૮૦ થઇ ગઇ છે.જે પૈકી ૯ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.અને ૮૪ લોકોને ક્વોરન્ટાઇન કરાયા છે.
જ્યારે વડોદરા જિલ્લામાં રહેતા ૬૩૩ લોકોના સેમ્પલ કોરોના ટેસ્ટ માટે લેવાયા હતા.જે પૈકી ૧૨ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જિલ્લામાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૧૨ છે.